કોપ-ઍક્શન ડ્રામા ફિલ્મ વિશે સલમાને કહ્યું, વૉન્ટેડનો પણ બાપ છે રાધે

25 October, 2019 10:20 AM IST  |  મુંબઈ

કોપ-ઍક્શન ડ્રામા ફિલ્મ વિશે સલમાને કહ્યું, વૉન્ટેડનો પણ બાપ છે રાધે

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે કોપ-ઍક્શન ડ્રામામાં ‘રાધે’ સૌનો બાપ હશે. સલમાનની ‘દબંગ 3’ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ બાદ તે ઈદ પર ફરી ‘રાધે’ લઈને આવી રહ્યો છે. ‘રાધે’માં પણ તે પોલીસના પાત્રમાં જોવા મળશે. ‘વૉન્ટેડ’ અને ‘દબંગ 3’ને ડિરેક્ટર કરનાર પ્રભુ દેવા ‘રાધે’ને પણ ડિરેક્ટ કરશે. આ ફિલ્મ વિશે પૂછતાં સલમાને કહ્યું હતું કે ‘મારી ‘તેરે નામ’માં મારા પાત્રનું નામ રાધે હતું. આ જ નામને અમે ‘વૉન્ટેડ’માં ઉપયોગ કર્યો હતો. જોકે આ ‘રાધે’ એકદમ અલગ ફિલ્મ છે. આ ફિલ્મને ‘વૉન્ટેડ’ સાથે કોઈ લેવા-દેવા નથી. જો તમે કોપ-ઍક્શન ડ્રામા વિશે વાત કરી રહ્યાં હો તો ‘વૉન્ટેડ’નો પણ બાપ છે ‘રાધે’.

આ પણ વાંચો : કિયારાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે હૉરર-કૉમેડી કરશે

રાધેની જાહેરાત દબંગ 3 સાથે કેમ કરવામાં આવી?

સલમાન ખાને તેની ‘રાધે’ની જાહેરાત ‘દબંગ 3’ સાથે કરી છે અને આ પાછળ એક ચોક્કસ કારણ છે. આ બન્ને ફિલ્મમાં તે પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે એટલે નહીં, પરંતુ બન્ને ફિલ્મોને ચર્ચામાં રાખવા માટે આમ કરવામાં આવ્યું હતું. આ વિશે પૂછતાં સલમાને કહ્યું હતું કે ‘જો અમે ‘રાધે’ને અલગથી જાહેર કરતે તો ‘દબંગ 3’ વિશે ચર્ચા ઓછી થઈ જતે. લોકો ફક્ત ‘રાધે’ વિશે જ ચર્ચા કરતે. આજ કારણ છે કે અમે બન્ને ફિલ્મોને સાથે રાખીને ‘રાધે’ જાહેર કરી હતી.’

Salman Khan dabangg 3 bollywood news