આગામી ફિલ્મ જંગલીમાં બાઇક સ્ટન્ટ્સ વિદ્યુત જામવાલે પોતે કર્યા છે

23 February, 2019 10:11 AM IST  |  | સોનિલ દેઢિયા

આગામી ફિલ્મ જંગલીમાં બાઇક સ્ટન્ટ્સ વિદ્યુત જામવાલે પોતે કર્યા છે

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલે તેની ફિલ્મ ‘જંગલી’માં બાઇકના સ્ટન્ટ્સ પોતે જ કર્યા છે. અમેરિકન ફિલ્મ ડિરેક્ટર ચક રસેલની આ ફિલ્મમાં માણસ અને હાથીના સંબંધોની સ્ટોરી દેખાડવામાં આવશે. વિદ્યુત પોતાના સ્ટન્ટ્સને કારણે લોકોમાં ખાસ્સો લોકપ્રિય છે. આ વિશે વધુ જણાવતાં વિદ્યુતે કહ્યું હતું કે ‘ચકે જ્યારે મને આ સીક્વન્સ વિશે જણાવ્યું તો હું ઉત્સાહિત થઈ ઊઠuો હતો, કારણ કે એનાથી મને વધુ એક સ્કિલ આવડી જશે. હું એ પણ જાણતો હતો કે મારે આ કરવાનું જ છે. આ સ્ટન્ટ શૂટ કરતાં પહેલાં અમે હૉલીવુડના બાઇક-ડિરેક્ટર પાસેથી સખત ટ્રેઇનિંગ લીધી હતી. અમે પહેલાં સમગ્ર વિસ્તારની માહિતી મેળવી લીધી હતી. બાદમાં અમે પાણી અને નદીના કિનારા પર બાઇક દોડાવી હતી.

આ પણ વાંચો : હું ઇન્ટરનેટના સૌથી મોટા સ્ટાર તૈમુર સાથે રહું છું : સૈફ અલી ખાન

ભીના રસ્તા પર બાઇક ચલાવવી જોખમ હતું. મારી આસપાસ પશુઓ પણ ફરતાં હતાં એથી મારે તેમનું પણ ખાસ ધ્યાન રાખવાનું હતું. શૂટિંગ કરતાં પહેલાં મેં એ વિસ્તારના પચીસ રાઉન્ડ લગાવ્યા હતા અને ખાતરી કર્યા બાદ જ અમે ફાઇનલ શૂટ કર્યું હતું.’

vidyut jamwal bollywood news