અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફીને રિશી કપૂરે કરી લૉન્ચ

11 August, 2019 12:53 PM IST  |  ન્યુ યૉર્ક

અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફીને રિશી કપૂરે કરી લૉન્ચ

અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફીને રિશી કપૂરે કરી લૉન્ચ

અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફી ‘લેસન્સ લાઇફ ટૉટ મી, અનનોઇંગલી’ને રિશી કપૂરે ન્યુ યૉર્કમાં લૉન્ચ કરી છે. ન્યુ યૉર્કમાં આવેલા કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયામાં આ બુકને લૉન્ચ કરવામાં આવી હતી. કૉન્સ્યુલ જનરલ ઑફ ઇન્ડિયાનાં સંદીપ ચક્રવર્તી પણ એ વખતે હાજર હતાં. બુક લૉન્ચ વખતે પોતાની ખુશી દર્શાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘મારી બુક ન્યુ યૉર્કનાં કૉન્સ્યુલેટમાં સંદીપ ચક્રવર્તીની ઑફિસમાં લૉન્ચ કરવામાં આવશે એવું મેં સ્વપ્નેય પણ વિચાર્યું નહોતું. શિમલાનાં એક નાનકડાં શહેરથી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવી અને ત્યાર બાદ અહીં આવવું અને સિટી ઑફ ડ્રીમ્સમાં લોકો દ્વારા મારો સ્વીકાર થવો. એ મારી લાઇફ છે.’

આ પણ વાંચો : યો યો હની સિંહ વિરુદ્ધ લખનઉ કોર્ટે બહાર પડ્યું બિન-જામીનપાત્ર વૉરન્ટ

રિશી કપૂરની પ્રશંસા કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘તેઓ ન માત્ર એક સારા કલાકાર છે, પરંતુ તેઓ હિંમતનું, તેમની લડાઈમાં એક આશાનું અને જે રીતે તેઓ બિમારીને માત આપીને બહાર આવ્યા એનું એક ઉત્તમ ઉદાહરણ છે.’

rishi kapoor anupam kher bollywood news