મમ્મી-પપ્પાનો ક્લાસિક ફોટો શૅર કર્યો રિદ્ધિમાએ

17 May, 2020 04:34 PM IST  |  Mumbai Desk | Agencies

મમ્મી-પપ્પાનો ક્લાસિક ફોટો શૅર કર્યો રિદ્ધિમાએ

ઋષિ કપૂર સાથે નીતૂ સિંહની તસવીર

રિદ્ધિમા કપૂર સાહનીએ પેરન્ટ્સનો ફોટો શેર કરીને એને ‘ક્લાસિક’ ગણાવ્યો છે. ૩૦ એપ્રિલે રિશી કપૂરનું અવસાન થતાં સૌને આંચકો લાગ્યો છે. રિદ્ધિમા સોશ્યલ મીડિયામાં સતત તેમના ફોટો શૅર કરી રહી છે. તેણે એક ફોટો શૅર કર્યો છે, જેમાં રિશી કપૂર અને નીતુ કપૂર હાથમાં હાથ નાખીને ચાલી રહ્યાં છે. એ ફોટો પર રિદ્ધિમાએ ‘ક્લાસિક’ લખ્યું છે. તો બીજી તરફ સ્ક્રૅબલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિદ્ધિમાએ કૅપ્શન આપી છે, ‘મારા ડૅડીને આ સ્ક્રૅબલ ખૂબ ગમતું હતું. તેમણે એ ન્યુ યૉર્કથી ખરીદ્યુ હતું.’

bollywood rishi kapoor bollywood news bollywood gossips