Republic day 2020: એવા ગીતો જે દેશભક્તિ માટે સદાય રહેશે અમર...

26 January, 2020 08:33 AM IST  |  Mumbai Desk

Republic day 2020: એવા ગીતો જે દેશભક્તિ માટે સદાય રહેશે અમર...

વાત ફિલિંગ્સને સારી રીતે એક્સપ્રેસ કરવાની હોય કે પરિસ્થિતિને લોકો સુધી પહોંચાડવાની હોય, બોલીવુડમાં ગીતોનો રોલ મહત્વનો રહ્યો છે. સંગીતની શક્તિ વિશે તો બધાં જાણે જ છે. અને તેને કારણે જ ફિલ્મોમાં ગીતોને મહત્વનું સ્થાન આપવામાં આવે છે. સેલિબ્રેશન કોઇ પણ હોય સંગીત વગર અધૂરું જ રહે છે, એવામાં ગણતંત્ર દિવસના અવસરે ચાલો જોઇએ બોલીવુડના કેટલાક લેટેસ્ટ દેશભક્તિ ગીતો...

1. જગ્ગા જીતેયા (ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક)


ગયા વર્ષે આવેલી ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આમ તો ફિલ્મમાં દેશભક્તિના ઘણાં બધાં ગીતો હતા પણ 'જગ્ગા જિતેયા' ગીતે બધાંના મનમાં જોશ જગાવ્યો. દલેર મહેંદીના અવાજ સાથે ફાસ્ટ બીટનું આ ગીત રાકેશ કુમારે લખ્યું છે. આ ગીતના કમ્પોઝર શાશ્વત સચદેવ છે.

2. વંદે માતરમ (ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ)

આ ગીત પાપોને ગાયું છે. ગીત લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને મ્યૂઝિક આપ્યું છે અમિત ત્રિવેદીએ. ગીત સાંભળીને દેશભક્તિની એક આગવી લાગણી ઉદ્ભવે છે.

3. તૂ ભૂલા જિસે (એરલિફ્ટ-2016)

આ ગીત 'એરલિફટ' ફિલ્મનું છે, જેમાં અક્ષય કુમાર અને નિમરત કોર લીડ રોલમાં હતા. આ ગીતને અવાજ આપ્યો હતો કેકેએ અને લખ્યું હતું કુમારે. ગીતનું મ્યૂઝિક અમાલ મલિકે આપ્યું છે. આ ગીત જ્યારે ફિલ્મના અંતમાં આવે છે ત્યારે રુંવાટા ઉભા કરી દે છે.

4. યે જો દેશ હે તેરા (સ્વદેશ -2004)

આ ફિલ્મમાં શાહરુખ ખાન અને ગાયત્રી જોશીએ અભિનય કર્યો હતો. આ ફિલ્મનું ગીત 'યે જો દેશ હૈ તેરા' એ. આર રહેમાને ગાયું હતું. ગીતના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા હતા. ફિલ્મમાં મ્યૂઝિક પણ એ.આર રહેમાનનું હતું.

5. દેશ મેરે....મેરી જાન હૈ તૂ (દ લેજેન્ડ ઑફ ભગત સિંહ - 2002)

સુખવિંદર સિંહ અને એ.આર રહેમાને આ ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો અને લખ્યું હતું સમીરે. ફિલ્મમાં મ્યુઝિક પણ એ આર રહેમાને જ કર્યું હતું. આ ગીત માટે શહિદ ભગત સિંહની વીરતાની યાદ અપાવે છે.

6. હૈ પ્રીત જહાં કી રીત સદા (પૂરબ ઔર પશ્ચિમ - 1970)

મનોજ કુમાર, અશોક કુમાર અને ,સાયરા બાનો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. મહેન્દ્ર કપૂરે આ ગીત ગાયું અને ઇંદીવરે આ ગીત લખ્યું. ગીતને મ્યૂઝિક આપવાનું કામ કલ્યાણજી-આણંદજી એ કર્યું. દેશભક્તિ ગીતોની લિસ્ટ આ ગીત વિના અધૂરી લાગતી હોય છે.

7. મેરે દેશ કી ધરતી (ઉપકાર-1967)

આ ગીત મનોજ કુમાર, પ્રાણ, આશા પારેખની ફિલ્મ 'ઉપકાર'નું છે. આ ગીત મહેન્દ્ર કપૂરે ગાયું હતું અને ગુલશન બાવરાએ લખ્યું હતું. ફિલ્મને મ્યુઝિક કલ્યાણજી - આનંદજીએ આપ્યું હતું. બાળપણથી જ આપણે આ ગીત સાંભળતા આવ્યા છીએ. ખાસ તો 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટે.

8. રંગ દે બસંતી (રંગ દે બસંતી - 2006)

26 જાન્યુઆરી 2006ના રોજ રંગ દે બસંતી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, કુણાલ કપૂર, સિદ્ધાર્થ નારાયણ, શરમન જોશી, અતુલ કુલકર્ણી જેવા અભિનેતા હતા. આ ગીત દલેર મહેન્દીએ ગાયું હતું અને પ્રસૂન જોશીએ લખ્યું હતું.

9. ચક દે ઇન્ડિયા (ચક દે ઇન્ડિયા - 2007)

આ ગીત 10 ઑગસ્ટ 2007ના રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'નું છે. સુખવિંદર સિંહ અને સલીમ મર્ચેન્ટે ગાયું હતું અને જયદીપ સાહનીએ લખ્યું હતું. ફિલ્મમાં સલીમ-સુલેમાને મ્યૂઝિક આપ્યું હતું. ઇન્ડિયાનો જ્યાં પણ જ્યારે પણ વિજય થાય છે ત્યારે ત્યા આ ગીત વાગે છે.

10. ઐ વતન (રાઝી - 2018)

11 મે 2018ના રાઝી ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ લીડ રોલમાં હતા. આ સુનિધિ ચૌહાણ અને અરિજીત સિંહે ગાયું છે. ગુલાઝાર અને અલ્લામા ઇકબાલે લખ્યું છે અને મ્યૂઝિક આપ્યું છે શંકર-એહસાન-લૉયે.

11. તેરી મિટ્ટી (કેસરી-2019)

આ ગીત 21 માર્ચ 2019ના રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું છે. આ ગીત છે બી પ્રાક અને પરિણીતી ચોપડાએ ગાયું છે અને મનોજ મુંતશિરે. નવા ગીતોને લઇને કહેવામાં આવે છે કે આવે છે અને જાય છે, પણ આ ગીત અત્યારે પણ લોકોની પ્લેલિસ્ટમાં જોવા મળે છે.

national news republic day bollywood bollywood news