રણબીર જેવી સાદગી જોવા મળવી ખૂબ મુશ્કેલ : વાણી

10 February, 2019 10:20 AM IST  | 

રણબીર જેવી સાદગી જોવા મળવી ખૂબ મુશ્કેલ : વાણી

વાણી અને રણબીર ‘શમશેરા’માં સાથે કામ કરી રહ્યાં છે. રણબીરની પ્રશંસા કરતાં વાણી કપૂરે કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મનું ખૂબ ઓછું શૂટિંગ કર્યું છે. અત્યાર સુધી મેં અનુભવ્યું છે કે રણબીર કપૂર ખૂબ જ સાથ-સહકાર આપનાર, સ્વીટ, નમ્ર અને એકદમ સામાન્ય વર્તન રાખે છે. આવી સાદગી જોવા મળવી ખૂબ મુશ્કેલ છે. હું નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતી હોવાથી અમારા દિમાગમાં સેલિબ્રિટીઝ વિશે જે સાંભળ્યું હોય છે એને લઈને ચોક્કસ ધારણા બંધાયેલી હોય છે. સેલિબ્રિટી સાથે કેવી રીતે વાત કરવાની પહેલ કરવી એમાં હું ખૂબ નબળી છું. જોકે રણબીર ખૂબ જ દયાળુ છે અને તેણે મને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.’

આ પણ વાંચો : માધુરી દીક્ષિત રાજનીતિમાં પ્રવેશને લઈને કહી આ મોટી વાત

‘શમશેરા’માં ઍક્શન સીન્સ ભજવશે કે નહીં એ વિશે વાણી કપૂરે કહ્યું હતું કે ‘મારું પાત્ર ખૂબ જ અલગ, કૂલ અને વિચિત્ર છે. આવું કૅરૅક્ટર મેં આ અગાઉ પહેલાં ક્યારેય ભજવ્યું નથી. જોકે આવાં પાત્રો તમને વારંવાર જોવા પણ નહીં મળે. હું ઍક્શન સીન્સ કરું એની શક્યતા છે, પરંતુ આ પાત્ર સાથે બીજી પણ ઘણીબધી વસ્તુઓ છે જે તમને જોવા મળશે.’

vaani kapoor ranbir kapoor bollywood news