તેલુગુ કૉમેડી ઓહ! બેબીની હિન્દી રીમેક બનાવવાની ઇચ્છા છે રાણા દગુબટ્ટીને

17 July, 2019 02:03 PM IST  | 

તેલુગુ કૉમેડી ઓહ! બેબીની હિન્દી રીમેક બનાવવાની ઇચ્છા છે રાણા દગુબટ્ટીને

રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટીને તેલુગુ ફિલ્મ ‘ઓહ! બેબી’ની હિન્દી રીમેક બનાવવાની ઈચ્છા છે. આ ફિલ્મને તેનાં બૅનર સુરેશ પ્રોડક્શન્સ હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ૫ જુલાઈએ રિલીઝ થઈ હતી. સમંથા અકિનેની આ ફિલ્મમાં લીડ રોલમાં હતી. ફિલ્મની સ્ટોરી એક ૭૦ વર્ષિય મહિલાની છે જે એક દિવસ સવારે જાગે છે અને તેને પોતાનું શરીર ૨૪ વર્ષિય યુવતી જેવુ લાગે છે. આ ફિલ્મ સાઉથ કોરિયાની ‘મિસ ગ્રેની’ની રીમેક છે. આ ફિલ્મને હવે હિન્દીમાં બનાવવાની વાત કરતાં રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘એક વાત સ્પષ્ટ છે કે આ એવી સ્ટોરી છે જે ટ્રાવેલ કરે છે. ઓરિજિનલી આ સ્ટોરી કોરિયાની ભાષામાં લખવામાં આવી હતી.

આ પણ વાંચો : સિનેમા હૉલમાં જવાનો અનુભવ અનેરો હોય છે : ફારાહ ખાન

બાદમાં એને વિશ્વની અનેક ભાષામાં લખવામાં આવી છે. જલદી જ આ ફિલ્મને હિન્દીમાં બનાવવાની મારી ઈચ્છા છે. ફિલ્મનો સેન્ટ્રલ પ્લોટ એ જ રહે છે અને અનેક દેશોની ભાષા પ્રમાણે એમાં થોડાં ફેરફાર સાથે નવા પાત્રોનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મનો ડ્રામા અને ફનને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’

rana daggubati bollywood news