સર્જરી થઈ ગઈ છે ને હું સ્વસ્થ છું : રાકેશ રોશન

10 January, 2019 09:07 AM IST  | 

સર્જરી થઈ ગઈ છે ને હું સ્વસ્થ છું : રાકેશ રોશન

રાકેશ રોશન

રાકેશ રોશનનું કહેવું છે કે તેમની સર્જરી પૂરી થઈ ગઈ છે. તેમને થોડાં અઠવાડિયાં પહેલાં સ્ક્વૅમસ સેલ કાર્સિનોમા થયેલું જાણવા મળ્યું છે જે એક પ્રકારનું ગળાનું કૅન્સર છે. આ કૅન્સરની જાણકારી હૃતિકે સોશ્યલ મીડિયા પર આપી હતી. આ સર્જરી મંગળવારે કરવામાં આવી હતી. સજર્રી વિશે પૂછતાં રાકેશ રોશને મેસેજ દ્વારા જવાબ આપ્યો હતો કે ‘હું સ્વસ્થ છું. સર્જરી થઈ ગઈ છે અને બધું બરાબર છે. ગૉડ ગ્રેટ છે. મને શુક્રવારે અથવા તો શનિવારે રજા આપી દેવામાં આવશે.’

રાકેશ રોશનને જ્યારથી ખબર પડી છે કે તેમને ગળાનું કૅન્સર છે ત્યારથી તેમનામાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ઓછો જોવા નથી મળ્યો. રાકેશ રોશન તેમની સર્જરી કરવા ગયા હતા ત્યારે તેમની સાથે ભાઈ રાજેશ રોશન, દીકરો હૃતિક, દીકરી સુનૈના અને પત્ની પિન્કી હાજર હતાં. ભવિષ્યની વાત કરતાં રાકેશ રોશને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું હંમેશાંથી એક ફાઇટર રહ્યો છું અને હું કર્મમાં વિશ્વાસ રાખું છું. મેં હંમેશાંથી લાઇફમાં જે સાચું હોય એ કરવાનો જ આગ્રહ રાખ્યો છે. મારું માનવું છે કે તમે ભૂતકાળમાં કરેલા કામની અસર તમને ભવિષ્યમાં શું મળશે એના પર પડે છે. લાઇફમાં ઘણી અડચણ પણ આવશે, પરંતુ હું માનું છું કે ભગવાન ઉપરથી મને અને મારી ફૅમિલીને જોઈ રહ્યો છે.’

રાકેશ રોશનની હેલ્થ માટે શુભેચ્છા આપી નરેન્દ્ર મોદીએ

રાકેશ રોશનને ગળાનું કૅન્સર થયું હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની હેલ્થ માટે પ્રાર્થના કરી હતી. હૃતિક રોશને મંગળવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કહ્યું હતું કે તેના પપ્પાને ગળાનું કૅન્સર છે અને તેમની સાંજે સર્જરી કરવામાં આવશે. હૃતિકના આ ટ્વીટનો જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર હૃતિક, શ્રી રાકેશ રોશનજીની સારી હેલ્થ માટે પ્રાર્થના કરી રહ્યો છું. તેઓ ફાઇટર છે અને મને ખાતરી છે કે તેઓ આ ચૅલેન્જને ખૂબ જ બહાદુરીપૂર્વક લેશે.’

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીનું પાત્ર મારી કરીઅરનું સૌથી મુશ્કેલ છે : પરેશ રાવલ

તેઓ કોઈ પણ સુપરહીરો કરતાં વધુ સ્ટ્રૉન્ગર છે. બધું યોગ્ય રીતે પાર પડશે

- સુઝૅન ખાન, રાકેશ રોશનની હેલ્થ વિશે

rakesh roshan bollywood news