Rajkummar Raoના પિતાનું થયું નિધન, ગુરૂગ્રામમાં થયા અંતિમ સંસ્કાર

06 September, 2019 04:05 PM IST  |  મુંબઈ

Rajkummar Raoના પિતાનું થયું નિધન, ગુરૂગ્રામમાં થયા અંતિમ સંસ્કાર

રાજકુમાર રાવના પિતાનું થયું નિધન


બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવના પિતા સત્યપાલ યાદવનું 60 વર્ષની વયે નિધન થઈ ગયું. તેમણે ગુરૂવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા અને ગુરુગ્રામના મદનપુરી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સત્યપાલ લાંબા સમયથી બીમાર હતા અને 17 દિવસોથી મેદાંતા હૉસ્પિટલમાં ભરતી હતા. તેમના સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજકુમાર રાવના પિતા સરકાર કર્મચારી હતા.

વર્ષ 2017માં રાજકુમાર રાવની માતાનો દેહાંત થઈ ગયો હતો, જ્યારે તેઓ ન્યૂટનનું શૂટિંગ કરી રહ્યા હતા. રાજકુમાર રાવ તેમની માતાની ખૂબ જ નજીક હતા. અને માતાને સમર્પિત કરતા તેણે પોતાના નામના વધુ એક M પણ લગાવ્યો હતો. તેમની માતાને માર્ચ 2016માં હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ તેઓ બીમાર હતા.રાજકુમાર રાવ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ફિલ્મોમાં આવતા પહેલા તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

આમ તો રાજકુમારના પરિવારમાં તેમનો એક ભાઈ અમિત અને એક બહેન મોનિકા છે. રાજકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બે વર્ષ સુધી તેમના એક ટીચરે તેમની સ્કૂલ ફી આપી હતી. શાળાનું શિક્ષણ મેળવ્યા બાદ તેણે FTIIમાં અભ્યાસ કર્યો અને બાદમાં બોલીવુડમાં આવ્યા. કહેવામાં આવે છે કે તેમને પોતાની ફિલ્મ માટે 11 હજાર રૂપિયા મળ્યા હતા. જે બાદ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું. અને આજે તેઓ ઈન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારોમાંથી એક છે.

rajkummar rao