પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડથી યુનિસેફ સન્માનિત કરશે

12 June, 2019 08:28 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડથી યુનિસેફ સન્માનિત કરશે

પ્રિયંકા ચોપરા

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. યુનિસેફ હને પ્રિયંકા ચોપરાનું સન્માન કરશે. ન્યુયોર્કમાં પ્રતિષ્ઠિત સમારંભ યુનિસેફ સ્નોફ્લેક બોલમાં સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે. યુનિસેફ યુએસએએ આ અંગેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. પ્રિયંકા ચોપરાને ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડ આપવામાં આવશે. આ સમારંભ ડિસેમ્બરમાં યોજવામાં આવશે.

 

પ્રિયંકાએ ટ્વીટ શૅર કરી


પ્રિયંકાએ આ સન્માનની માહિતી આપતી ટ્વીટ પોતાના ટ્વિટર પર શૅર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું, 'ડિસેમ્બરમાં યુનિસેફ સ્નોફ્લેક બોલ'માં ડેની કાય હ્યુમેનિટેરિયન એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવશે. આ માટે હું યુનિસેફ યુએસએની ઘણી જ આભારી છું. દુનિયાના તમામ બાળકો તરફથી તેમની શાંતિ, સ્વતંત્રતા તથા શિક્ષણના અધિકાર માટે યુનિસેફ સાથે કામ કરવું જ મારા માટે બધું છે.'

 

શું છે સ્નોફ્લેક બોલ?

આ ન્યૂયોર્કના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. જેમાં યુનિસેફ તરફથી માનવતાની ભલાઈ માટે કામ કરનાર લોકોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ વર્ષે એવોર્ડ 3 ડિસેમ્બરે યોજાશે. આ એવોર્ડ્સના ડ્રેસ કોડમાં બ્લેક ટાઈ ફરજિયાત છે.

bollywood bollywood news bollywood gossips priyanka chopra unicef