પાણીને મળેલા નૅશનલ અવૉર્ડથી પ્રિયંકા સાતમા આસમાને

11 August, 2019 12:31 PM IST  |  ન્યુ દિલ્હી

પાણીને મળેલા નૅશનલ અવૉર્ડથી પ્રિયંકા સાતમા આસમાને

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે તેનાં પ્રોડક્શનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘પાણી’ને મળેલાં નૅશનલ અવૉર્ડ પર ખુશી વ્યક્ત કરી છે. ‘પાણી’ને આદિનાથ કોઠારેએ ડિરેક્ટ કરી હતી. પ્રિયંકાનાં પ્રોડક્શન હાઉઝ પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ‘વૅન્ટિલેટર’ને પણ ૨૦૧૭માં નૅશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. પ્રિયંકાની ફિલ્મોને બે વખત નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ વિશે ખુશી વ્યક્ત કરતાં પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી કે ‘મને ખૂબ ગર્વ થાય છે કે મેં ‘પાણી’ જેવી ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. બે વખત નૅશનલ અવૉર્ડ જીતવા માટે પર્પલ પેબલ પિક્ચર્સની પૂરી ટીમને શુભેચ્છા. આદિનાથ કોઠારેને અને આખી ક્રિએટીવ ટીમને ભરપૂર શુભેચ્છા કે જેમણે આ ચૅલેન્જિંગ અને અગત્યની ફિલ્મ બનાવી. હું જ્યુરીનો દિલથી આભાર માનું છું કે તેમણે અમારા હાર્ડ વર્કને ઓળખ્યું અને ‘પાણી’ને બેસ્ટ ફિચર ફિલ્મ ઑન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન માટે અવૉર્ડ આપ્યો. એનાથી અમને ભવિષ્યમાં વધુ આવી ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી છે. ‘પાણી’ દ્વારા અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે કે મનોરંજનની સાથે પાણી જેવી ગંભીર સમસ્યા પર પણ લોકોનું ધ્યાન ખેંચવામાં આવે. વિશ્વભરમાં હાલમાં પાણીની અછત નિર્માણ થઈ છે. અમે સન્માન અનુભવીએ છીએ કે અમારી ફિલ્મની અસર થઈ અને અમારી મહેનતને ઓળખ મળી.’

આ પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરા પણ સેક્યુલર નથી : જૉન

પ્રિયંકા પર કેમ ગર્વ છે નિક જોનસને?

મરાઠી ફિલ્મ ‘પાણી’ને મળેલાં નૅશનલ અવૉર્ડ પર પ્રિયંકા ચોપડા જોનસ પર ગર્વ થઈ રહ્યો છે નિક જોનસને. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મ ઑન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન માટે અવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. વાઇફને શુભેચ્છા આપતાં ટ્‍‍વિટર પર નિક જોનસે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘પાણી’ને મળેલાં નૅશનલ અવૉર્ડ માટે પ્રિયંકા અને પર્પલ પેબલ પિક્ચર્સની પૂરી ટીમ પર મને ગર્વ છે. આ માટે સૌને શુભેચ્છા.’

priyanka chopra bollywood news