ધ વાઇટ ટાઇગરની શરૂઆત

25 September, 2019 02:02 PM IST  |  મુંબઈ

ધ વાઇટ ટાઇગરની શરૂઆત

પ્રિયંકા ચોપડા જોનસ અને રાજકુમાર રાવ

પ્રિયંકા ચોપડા જોનસ અને રાજકુમાર રાવે ‘ધ વાઇટ ટાઇગર’નું રિડીંગ સેશન શરૂ કર્યું છે. અરવિંદ અડિગાની પ્રાઇઝ-વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી આ ફિલ્મ બની રહી છે. પ્રિયંકા હાલમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’નાં પ્રમોશન માટે ભારતમાં આવી છે. રમિન બૅહરિન ‘ધ વાઇટ ટાઇગર’નો ડિરેક્ટર છે. આ ફિલ્મની સ્ટોરી એક એવા ચાની દુકાનના કર્મચારીની છે, જે ટૉપનો ઑન્ટ્રપ્રનર બની જાય છે. આ ફિલ્મનાં રિડીંગ સેશનનો કોલાજ બનાવીને એને પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

આ પણ વાંચો : બિગ બૉસના ઘરમાં રહેવું મારા માટે એકદમ સરળ છે : સલમાન

આ રિડીંગ સેશનમાં પ્રિયંકાની સાથે તેનાં કો-ઍક્ટર્સ રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવની સાથે ડિરેક્ટર રમિન બૅહરિન પણ હાજર હતાં. પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’ની અદ્ભુત ટીમ સાથે રિડીંગ સેશનનો પહેલો દિવસ છે. ફિલ્મનાં શૂટિંગને લઈને ખૂબ ઉત્સાહિત છું.’

priyanka chopra rajkummar rao bollywood news