2020ને વેલકમ કરવા માટે ઉત્સાહી છે પ્રિયંકા અને નિક

29 December, 2019 01:00 PM IST  |  Mumbai

2020ને વેલકમ કરવા માટે ઉત્સાહી છે પ્રિયંકા અને નિક

પ્રિયંકા અને નિક

૨૦૧૯ને બાય બાય કહીને ૨૦૨૦ને ઉમંગ સાથે આવકારવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ થનગની રહ્યા છે. તેઓ હાલમાં કૅલિફોર્નિયામાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે. બરફથી છવાયેલા માઉન્ટેન પાસે બન્નેએ એક જ રંગ અને ડિઝાઇનનાં કપડા પહેર્યા છે. હાથોમાં હાથ નાખીને તેઓ ઉભા છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘બાય વિન્ટર વન્ડરલેન્ડ. તને ખૂબ મિસ કરીશુ. ૨૦૨૦માં ફરીથી મળીશું.’

priyanka chopra Nick Jonas bollywood news entertaintment