પ્રિયંકા ચોપડા જોનસે લોકોને આપ્યાં લાઇફનાં પાંચ લેસન્સ

16 June, 2019 09:52 AM IST  | 

પ્રિયંકા ચોપડા જોનસે લોકોને આપ્યાં લાઇફનાં પાંચ લેસન્સ

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે લોકોને લાઇફનાં પાંચ ફની લેસન્સ આપ્યાં છે. તેણે એક શૉર્ટ વિડિયો બનાવ્યો છે. આ વિડિયોમાં તે એક પછી એક એમ પાંચ લેસન્સ લોકોને આપી રહી છે. આ વિડિયોમાં તેણે સ્કર્ટ, સાડી અને પગમાં ઘુંઘરુ પહેર્યાં છે સાથે જ તે ઓમનું ઉચ્ચારણ કરતી પ‌ણ જોવા મળી રહી છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘નમસ્તે. વેલકમ ટુ લાઇફ લેસન્સ વિથ પ્રિયંકા ચોપડા જોનસ.

આ પણ વાંચો : હ્રિતિક રોશનની ફિલ્મ ‘Super 30’ની વધી મુશ્કેલી, ફિલ્મની રિલીઝ પર લટકી તલવાર

ફર્સ્ટ, હંમેશાં મોટા બનો; તમારા સ્કર્ટ કરતાં પણ. ટીપ નંબર 2, કંઈ છુપાવવાની જરૂર નથી. લાઇફ ટીપ નંબર 3, સારી નોટ સૉરી. લાઇફ લેસન નંબર 4, ઘોંઘાટ કરો. લાઇફ લેસન નંબર 5, જીવનમાં જો મતભેદ હોય તો એને પૅચ-અપ કરી દો.’

priyanka chopra bollywood news