નિકનો ક્લોઝ વિડિયો જોઈને તેને ડેટ કરવાનું નક્કી કર્યું હતું પ્રિયંકાએ

17 January, 2020 01:21 PM IST  |  Mumbai Desk

નિકનો ક્લોઝ વિડિયો જોઈને તેને ડેટ કરવાનું નક્કી કર્યું હતું પ્રિયંકાએ

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું કે તેણે જ્યારે નિક જોનસનો ‘ક્લોઝ’ નામનો વિડિયો જોયો હતો ત્યારે તેને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. આ બન્નેએ ૨૦૧૮ની એક ડિસેમ્બરે ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં જોધપુરના ઉમેદભવનમાં લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા અને નિક પહેલી વાર ૨૦૧૭માં મેટ ગાલા ઇવેન્ટમાં મળ્યાં હતાં. જોકે નિક સાથે ડેટ પર જવાના નિર્ણય વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું સવારે જાગું ત્યારે સૌપ્રથમ તો મ્યુઝિક શરૂ કરું છું. મારી લાઇફ હંમેશાંથી મ્યુઝિકલ રહી છે. હવે નિક સાથે તો એ પૂરી રીતે સંગીતમય બની ગઈ છે. મેં જ્યારે નિકનો ‘ક્લોઝ’ નામનો વિડિયો જોયો જેમાં તેનું શર્ટ ઉતારે છે ત્યાર બાદ જ મેં તેને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. એથી એ ગીત મારું ફેવરિટ પણ છે.’

Nick Jonas priyanka chopra bollywood bollywood news bollywood gossips