નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરશે પ્રભાસ

27 February, 2020 03:19 PM IST  |  Mumbai Desk

નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરશે પ્રભાસ

‘બાહુબલી’ અને ‘સાહો’ જેવી બિગ બજેટની ફિલ્મોમાં કામ કર્યા બાદ પ્રભાસ હવે નૅશનલ અવૉર્ડ વિનર નાગ અશ્વિનની ફિલ્મમાં કામ કરશે. નાગ અશ્વિને છેલ્લે લેજન્ડરી ઍક્ટ્રેસ સાવિત્રીની બાયોપિક ‘મહાનતી’ બનાવી હતી. આ ફિલ્મ બ્લૉકબસ્ટર રહી હતી અને આ વર્ષે એને ત્રણ નૅશનલ અવૉર્ડ પણ મળ્યા હતા. આ ફિલ્મને એસ. અશ્વિની દત્ત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે અને એનું શૂટિંગ આ વર્ષમાં બહુ જલદી કરવામાં આવશે.

bollywood bollywood news bollywood gossips prabhas