હિમાચલ પ્રદેશમાં સેલ્ફી માટે લોકોએ ઘેરી લીધો આમિરને

05 January, 2020 03:43 PM IST  |  Mumbai Desk

હિમાચલ પ્રદેશમાં સેલ્ફી માટે લોકોએ ઘેરી લીધો આમિરને

આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે હિમાચલ પ્રદેશ પહોંચતાં લોકોએ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. આમિર ત્યાં પહોંચતાં તેની એક ઝલક મેળવવા માટે રામપુરમાં લોકોએ સેલ્ફી લીધા હતા. લોકો સાથે સેલ્ફી માટે આમિરે સમય કાઢ્યો એથી લોકો પણ ખાસ્સા ખુશ થયા હતા. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું થોડા સમય પહેલાં જ પંજાબમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ અગત્યના રોલમાં જોવા મળશે. આ વર્ષે ક્રિસમસ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે.

aamir khan bollywood news himachal pradesh bollywood bollywood gossips