લોકોએ મને હવે ઍક્ટર તરીકે સ્વીકાર્યો છે: સુનીલ ગ્રોવર

21 October, 2019 02:59 PM IST  |  નવી દિલ્હી

લોકોએ મને હવે ઍક્ટર તરીકે સ્વીકાર્યો છે: સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવરનું કહેવુ છે કે લોકો તેને હવે એક ઍક્ટર તરીકે ઓળખતા થયા છે. તેની ઓળખ પહેલા એક કૉમેડીયન તરીકેની હતી એવુ તેનું કહેવુ છે. તેણે અક્ષયકુમાર સાતે ‘ગબ્બર ઇઝ બૅક’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે એક સિરિયલ પૉલીસ ઑફિસરના પાત્રમાં હતો. જોકે લોકોએ તેને એટલો પસંદ નહોતો કર્યો. સલમાન ખાન સાથે ‘ભારત’માં કામ કર્યા બાદ તેને ઍક્ટર તરીકે વધુ સ્વીકારવામાં આવ્યો છે. આ ફિલ્મ કોરિયાની ‘ઑડ ટુ માય ફાધર’ની રીમેક હતી. ફિલ્મમાં કૅટરિના કૈફ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળી હતી. પોતાને મળેલી ખ્યાતિ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘હું ‘ભારત’માં કામ કરતા પહેલા એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈને કામ કરતો હતો. જોકે મને મળેલી તક માટે હું ફિલ્મની ટીમ, ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને સલમાન સરનો આભાર માનું છું. મારી છાપ એવી બની ગઈ હતી કે હું માત્ર કૉમેડી જ કરી શકું છું. એક જ પ્રકારનાં રોલમાં હું સફળ પણ થઈ ગયો હતો. જોકે તેમણે ચાન્સ લીધો અને મને આ તક આપી હતી. ત્યાર બાદ તો મને એવા રોલ્સ ઑફર થવા લાગ્યા છે જે માત્ર કૉમેડી સુધી જ સિમીત નથી. મારા પ્રતિની ધારણાં હવે બદલાઈ ગઈ છે અને લોકો મને એક ઍક્ટર તરીકે ઓળખતા થયા છે.’

સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘સલમાન સર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો હતો. હું હંમેશાંથી જ તેમનો ફૅન રહ્યો છું. મને જ્યારે આટલા દિગ્ગજ સ્ટાર સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી તો એ મારા માટે ગર્વની વાત હતી. તેમણે મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યુ છે. મેં તેમની કંપની અને તેમની સાથે કામ કરવાનું ખરેખર એન્જૉય કર્યું હતું.’

bollywood bollywood gossips bollywood events bollywood news sunil grover