આ એક્ટ્રેસે PM Modiને પૂછ્યું, તમે મને ફૉલો કેમ નથી કરતા?

17 July, 2019 03:45 PM IST  |  મુંબઈ

આ એક્ટ્રેસે PM Modiને પૂછ્યું, તમે મને ફૉલો કેમ નથી કરતા?

પાયલ રોહતગી

ફિલ્મ એક્ટ્રેસ પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર પોતાના ટ્વિટ્સને લઈને ચર્ચાનો વિષય બની ગઈ છે. પાયલે ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે, પરંતુ એણે પણ પીએમ મોદીને એક સવાલ પૂછ્યો છે, જેના બાદ તે સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. એણે પીએમ મોદીને પૂછ્યું કે તેઓ મને (પાયલ રોહતગી)ને કેમ ફૉલો નથી કરી રહ્યા.

 

 

PAYAL ROHATGI & Team -BHAKTS of BHAGWAN RAMના નામથી પોતાનો અકાઉન્ટ ચલાવી રહેલી પાયલ સતત હિન્દુ અને બીજેપી માટે ટ્વિટ કરતી રહે છે. એણે પોતાના એક ટ્વિટમાં લખ્યું છે, માનનીય વડા પ્રધાનજી, હું તમને ક્યારે મળી નથી. તમારૂં ટ્વિટર હેન્ડલ પણ મને ફૉલો નથી કરતું. જોકે તેઓ તમારા બાકી સપોર્ટ્સને ફૉલો કરે છે. હુ દિલથી તમને સપોર્ટ કરૂ છું. મને લાગે છે કે તમે દેશના નિષ્પક્ષ નેતા છો. શું મારી સાથે આવુ કરવું એ સારી વાત છે?

આ પણ વાંચો : Simi Gareval ફરી શરૂ કરશે ચૅટ શૉ, દીપિકા-રણવીર ખોલશે રહસ્ય

ખાસ વાત એ છે કે લોકો પાયલ રોહતગીને ટ્વિટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો એમને સાથ આપી રહ્યા છે તો કેટલાક લોકો પાયલ રોહતગીની મજાક ઉડાવી રહ્યા છે. જણાવી દઈએ કે પાયલે પ્લાન, રક્ત, હે બેબી, 36 ચાઈના ટાઉન અને ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ એની પહેલા તે બિગ બૉસ 2ની કન્ટેસ્ટન્ટ રહી હતી અને નચ બલિયે અને સીઆઈડીમાં પણ નજર આવી ચૂકી છે.

payal rohatgi narendra modi bollywood news