પૂજા કરીને પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી કંગનાએ

16 January, 2020 01:25 PM IST  |  Mumbai

પૂજા કરીને પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી કંગનાએ

પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી કંગનાએ

કંગના રનોટે તેના પ્રોડક્શન-હાઉસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ની શરૂઆત પૂજા કરીને કરી છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યા બાદ તેણે પ્રોડક્શન-હાઉસનું નામ એ પાત્ર પરથી આપ્યું છે. કંગનાનો પૂજા કરતો ફોટો શૅર કરી તેની બહેન રંગોલી ચંદેલે કૅપ્શન આપી હતી કે ‘કંગનાના સ્ટુડિયો ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ની આજે અમે શરૂઆત કરી છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કંગના કામ કરશે અને અક્ષત (કંગનાનો ભાઈ) લીગલ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ્સ સંભાળશે. તેણે ન્યુ યૉર્ક ઍકેડમીમાંથી ફિલ્મ પ્રોડક્શનનો અભ્યાસ કર્યો છે.’

kangana ranaut bollywood bollywood news rangoli chandel