પદ્માવત મારા માટે સૌથી અઘરી ફિલ્મ હતી: સંજય લીલા ભણસાલી

11 August, 2019 12:36 PM IST  |  મુંબઈ

પદ્માવત મારા માટે સૌથી અઘરી ફિલ્મ હતી: સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલીનું કહેવું છે કે ‘પદ્માવત’ બનાવવી એ તેમનાં માટે અત્યાર સુધીની સૌથી અઘરી ફિલ્મ હતી. શુક્રવારે જાહેર થયેલાં નૅશનલ ફિલ્મ અવૉર્ડસમાં ‘પદ્માવત’ને બેસ્ટ મ્યુઝીક ડિરેક્ટર, બેસ્ટ પ્લેબૅક સિંગર અને બેસ્ટ કૉરિયોગ્રાફીનો અવૉર્ડ ઘોષિત કરવામાં આવ્યો છે. આ ફિલ્મ બનાવતી વખતે સંજય લીલા ભણસાલીને ખૂબ કપરા સમયમાંથી પસાર થવુ પડ્યું હતું. આ વિશે જણાવતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘મેં અપાર તકલીફો અને મુશ્કેલીઓની વચ્ચે ‘પદ્‍માવત’ બનાવી હતી. મારા માટે આ ખૂબ જ અઘરી ફિલ્મ હતી. એ દરમ્યાન મારપીટ, મોર્ચા, ધરણાં, ફિલ્મ પર પ્રતિબંધ અને એવી કેટલીક નકારાત્મક વસ્તુઓ ફિલ્મની વિરોધમાં ચલાવવામાં આવતી હતી. જોકે હું હંમેશાં શાંત જ રહ્યો હતો. મેં ગીત ક્રિએટ કર્યું હતું અને એ ખૂબ જ સારું બન્યું. મારા માટે મ્યુઝિક એ તમામ પડકારોની સામે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાનું માધ્યમ બન્યું હતું. ક્રિએટીવ ફિલ્ડમાં કલાકારને ક્યારેક તો આવા કપરા સમયમાંથી પસાર થવું જ પડે છે.

આ પણ વાંચો : પાણીને મળેલા નૅશનલ અવૉર્ડથી પ્રિયંકા સાતમા આસમાને

મારા કેસમાં તો એ ખૂબ જ જરૂરી હતું કે દરેક પાસાંને સકારાત્મકતાથી જોવામાં આવે. અમે રૅકોર્ડિંગ સ્ટૂડિયોમાં ગયા હતાં અને બહારથી આવતાં ધરણાંનાં અવાજને અમારા સુધી આવતાં અટકાવી અમે કામ પર ધ્યાન આપ્યું હતું. અમે જે મ્યુઝિક દિલથી બનાવ્યું એને લોકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું.’

padmavati sanjay leela bhansali bollywood news