વિચારો આવકાર્ય છે, પરંતુ હિંસા કરવી એ સમાધાન નથી: અજય દેવગન

13 January, 2020 04:30 PM IST  |  Mumbai

વિચારો આવકાર્ય છે, પરંતુ હિંસા કરવી એ સમાધાન નથી: અજય દેવગન

અજય દેવગન

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને કારણે દેશમાં ચાલી રહેલા તોફાનો વિશે અજય દેવગને લોકોને સલાહ આપતા જણાવ્યું કે લોકોએ પોતાનાં વિચારો વ્યક્ત કરવા જોઈએ, પરંતુ હિંસા એ સમાધાન નથી. લોકો સરકારનાં આ નિર્ણયનો ઠેરઠેર વિરોધ કરી રહી છે. આ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘મારુ એટલુ જ કહેવું છે કે આ લોકશાહીવાળો દેશ છે. સરકાર તેમનું કામ કરી રહી છે, જેઓ એક નિયમ બનાવી રહ્યાં છે. લોકશાહીમાં દરેકને અધિકાર છે. એક બાબત હું જરૂર કહીશ કે બન્ને પાસે પોતાનો અધિકાર છે. હિંસાથી કંઈ ઉકેલ નિકળવાનો નથી. હિંસા એ કોઈ વસ્તુનું સમાધાન નથી કારણ કે એનાંથી આપણે આપણાં દેશને જ નુકસાન પહોંચાડીએ છીએ. ચર્ચા અને વિચારો યોગ્ય છે. જોકે હિંસા એ કંઈ માર્ગ નથી.’

આ પણ વાંચો : હું હંમેશાં સારી જ સ્ક્રિપ્ટનો શિકાર કરું છું : ભૂમિ પેડણેકર

આ ઍક્ટને લઈને કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઝે પોતાનાં વિચાર રજુ કર્યા હતાં. જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું હતું કે સેલિબ્રિટીઝ આ વિષય પર કેમ કંઇ નથી બોલતી. એ સંદર્ભે અજય દેવગને કહ્યું હતું કે ‘અમે જ્યારે પણ કોઈ વિષય પર બોલીએ તો અમને ખૂબ કાળજીપૂર્વક બોલવાનું હોય છે. અમે કદાચ કોઈને ગેરમાર્ગે દોરી શકીએ છીએ. તો સાથે જ અમે ખરા અને ખોટો લોકો પર પણ અસર પાડી શકીએ છીએ. અમને જ્યાં સુધી સ્થિતિની માહિતી ના હોય ત્યાં સુધી અમે કંઇ નથી બોલી શકતાં.’

ajay devgn bollywood news caa 2019 cab 2019 citizenship amendment act 2019