તબુ સાથે ઑન સ્ક્રીન રોમૅન્સ કરવો ખૂબ જ સરળ છે : ઈશાન ખટ્ટર

12 January, 2020 11:53 AM IST  |  Mumbai Desk

તબુ સાથે ઑન સ્ક્રીન રોમૅન્સ કરવો ખૂબ જ સરળ છે : ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટરનું કહેવું છે કે તબુ સાથે રોમૅન્સ કરવો ખૂબ જ સરળ છે. મિરા નાયરની વેબ-સિરીઝ ‘અ સુટેબલ બૉય’માં તબુ અને ઈશાન સાથે કામ કરી રહ્યાં છે. આ વિશે પૂછતાં ઈશાને કહ્યું હતું કે ‘તેમની સાથે રોમૅન્સ કરવું સરળ છે કારણ કે તે તબુ છે. તેઓ તમારા માટે અડધુ કામ સરળ કરી દે છે. મેં આગળ પણ કહ્યું હતું અને ‘ધડક’માં પણ કહ્યું હતું કે મારા મટે પ્રેમમાં બહેકી ગયેલા પ્રેમીનું પાત્ર ભજવવું સરળ છે. તેઓ એક જાદુની જેમ તમને પોતાની તરફ આર્કષી લે છે અને આ પાત્રમાં તેઓ ગજબના છે. સઈદા બાઈનું પાત્ર લોકો જુએ એ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

bollywood bollywood news bollywood gossips tabu ishaan khattar