શિક્ષણને પ્રોત્સાહન આપવા માગે છે નમીત દાસ

06 January, 2020 04:03 PM IST  |  Mumbai Desk

શિક્ષણને પ્રોત્સાહન આપવા માગે છે નમીત દાસ

‘સૂઈ ધાગા : મેડ ઇન ઇન્ડિયા’, ‘પટાખા’ અને ‘વૅકઅપ સીડ’ જેવી ફિલ્મોમાં કામ કરનાર નમીત દાસ શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માગે છે. આ જ કારણ છે કે પોતાની ટીમનાં બાળકોને ભણાવવાની જવાબદારી પણ તેણે પોતે ઉઠાવી છે. તે એ વાતની ખાતરી રાખે છે કે તેનો ડ્રાઇવર અને તેના ઘરે કામ કરનારા લોકોનાં બાળકોને સારું શિક્ષણ મળે. એને માટે તે કોઈ ખામી નથી છોડવા માગતો. નમીતે અનેક સિરિયલ્સ અને વેબ-શોમાં પણ કામ કર્યું છે. તે મીરા નાયરના વેબ-શો ‘અ સૂટેબલ બૉય’માં પણ જોવા મળશે. શિક્ષણના અગત્ય વિશે જણાવતાં નમીતે કહ્યું હતું કે ‘શિક્ષણ બાળકોના જીવનમાં અગત્યનું પાસું છે. દરેક બાળકને શિક્ષણ મળવું જરૂરી છે. જોકે દુર્ભાગ્યની વાત એ છે કે આપણા દેશમાં એવુ નથી. સ્વતંત્રતાનાં આટલલાં વર્ષો બાદ પણ આપણા લોકોને આપણે શિક્ષણ આપી શક્યા નથી. મારી હંમેશાં એવી ઇચ્છા હતી કે હું શિક્ષણના ક્ષેત્રમાં કંઈક કામ કરું. એ દિશામાં મેં મહત્ત્વનું પગલું લીધું છે. આજનાં બાળકો અને યુવાનો આપણા દેશનું ભવિષ્ય સંવારશે. એથી એ જરૂરી છે કે આપણે તેમનાં ભવિષ્ય માટે સારા ઉપાય શોધી કાઢીએ અને તેમની મદદ કરીએ. હું લોકોને પણ આગ્રહ કરું છું કે જો તમારી પાસે કોઈ માધ્યમ છે તો તમે એક બાળકના શિક્ષણની જવાબદારી લો. એનાથી જરૂર બદલાવ આવશે.’

bollywood bollywood news bollywood gossips