નોરા ફતેહીનું સપનું થયું પૂરું

21 February, 2020 03:29 PM IST  |  Mumbai Desk

નોરા ફતેહીનું સપનું થયું પૂરું

નોરા ફતેહીનું પૅરિસના ઑલિમ્પિયા બ્રુનો કૉક્વાટ્રિક્સ જેવા ભવ્ય સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું સપનું આખરે પૂરું થયું છે. આ સ્ટેજ પર અત્યાર સુધી મડોના, જેનેટ જૅક્સન, પિંક ફ્લૉઇડ, બિયૉન્સે અને ટેલર સ્વિફ્ટ જેવા કલાકારોએ પર્ફોર્મ કર્યું છે. એવામાં અહીં પર્ફોર્મ કરવાની તક મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં નોરાએ કહ્યું હતું કે ‘મેં પહેલાં તો મારી જાતને પિંચ કરી હતી કે મને મડોના, જેનેટ જૅક્સન જેવા કલાકારોએ જે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું એના પર પર્ફોર્મ કરવાની તક મળવાની છે. મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે. મારી કરીઅરની શરૂઆતમાં જ મને આ તક મળી ગઈ છે. સ્કૂલમાં એક બાળક તરીકે પર્ફોર્મ કરવાથી માંડીને આટલા મોટા ઇન્ટરનૅશનલ સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું મારા માટે સપનું પૂરું થવા સમાન છે. મારા લક્ષની તરફ આગળ વધતાં મારી ટૅલન્ટને દેખાડવા માટે ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર ફાઇનલી હું પહોંચી ગઈ છું. આ તો હજી શરૂઆત છે.’

nora fatehi bollywood bollywood news bollywood gossips