વડા પ્રધાનની જરૂર છે, ચોકીદારની નહીં : અનુરાગ કશ્યપ

15 April, 2019 10:58 AM IST  | 

વડા પ્રધાનની જરૂર છે, ચોકીદારની નહીં : અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનું કહેવું છે કે નરેન્દ્ર મોદી કરતાં સારા ઉમેદવાર નીતિન ગડકરી છે. લોકસભાના ઇલેક્શનની શરૂઆત થઈ ગઈ છે. આ ઇલેક્શન પર સૌની નજર છે ત્યારે બૉલીવુડ એ વિશે કમેન્ટ કરવાથી પણ દૂર રહે છે. જોકે એવામાં અનુરાગ કશ્યપે ઇલેક્શનને લઈને તેના વિચારો રજૂ કર્યા છે. ઘણી વાર લોકો એવી દલીલ કરતા જોવા મYયા છે કે નરેન્દ્ર મોદી સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે બીજો અને સારો વિકલ્પ છે નીતિન ગડકરી. ઇન્ડિયન પૉલિટિક્સમાંથી તમે કરપ્શનને દૂર નહીં કરી શકો. દરેક વ્યક્તિ એકસરખી છે. જોકે તમે કોમવાદને દૂર કરી શકો છો. ડર અને નફરતના પૉલિટિક્સને તમે દૂર કરી શકો છો. અન્ય પાર્ટી તો દૂરની વાત રહી, BJP પાસે પોતાના પક્ષમાં જ સારો કૅન્ડિડેટ છે. એક કરતાં પણ વધારે છે એવું મારું માનવું છે. પૉલિટિક્સ કરપ્ટ છે અને કરપ્શન એટલું અંદર સુધી પેસી ગયું છે કે એ હવે પૉલિટિક્સ સાથે જોડાઈ ગયું છે. આપણે નફરતના પૉલિટિક્સને દૂર કરવા માટે સક્ષમ છીએ.’

ચોકીદાર નથી જોઈતો એવું કહીને અનુરાગે ઘણુંબધું ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘માનસિક શાંતિ માટે રાજકીય પક્ષોએ એક થઈને સરકાર બનાવવી જોઈએ. કોઈ પાસે પણ સંપૂર્ણ પાવર ન હોવો જોઈએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ તેમના વોટિંગ ક્ષેત્રના ઉમેદવારને ધ્યાનમાં રાખીને વોટ આપે, નહીં કે કોણ વડા પ્રધાન બનવાનું છે એ જોઈને.

આ પણ વાંચો : પતિના વખાણ કરતા નથી થાકતી સોનમ કપૂર, આનંદને માને છે ચીઅરલીડર

અમને એવા વડા પ્રધાનની જરૂર છે જે દરેક રાજ્યને એક કરીને જરૂરી બદલાવ લાવે. અમને એવા વડા પ્રધાનની જરૂર નથી જે પોતાની પાસે દરેક પાવર રાખતા હોય અને એનો ઉપયોગ કરીને કોઈ પણ દાવા કરતો હોય. અમને એક પ્રાઇમ મિનિસ્ટરની જરૂર છે, ચોકીદારની નહીં.’

anurag kashyap narendra modi nitin gadkari bollywood news