વર્તમાનમાં બૉલીવુડ ડાન્સમાં લચકનો અભાવ : સરોજ ખાન

23 July, 2019 12:19 PM IST  |  મુંબઈ

વર્તમાનમાં બૉલીવુડ ડાન્સમાં લચકનો અભાવ : સરોજ ખાન

સરોજ ખાન

‘કલંક’નાં ‘તબાહ હો ગયે’ ગીતને કૉરિયોગ્રાફ કરનાર સરોજ ખાનનું માનવું છે કે બૉલીવુડનાં ડાન્સમાં હાલનાં સમયમાં ઇમોશન્સ, આકર્ષણ અને લચકનો અભાવ છે. તેમનું એમ પણ કહેવું છે કે આજકાલ જે ગીતો આવે છે એ યાદગાર નથી રહેતાં. આ વિશે વધુ જણાવતાં સરોજ ખાને કહ્યું હતું કે ‘કેટલીક ફિલ્મો એવી છે કે જેમાં મન અને આત્માનો અભાવ છે. એથી જ એકાદ બે વર્ષમાં એ ભુલાઈ જાય છે. જોકે કેટલીક એવી ફિલ્મો પ‌ણ છે કે એનો ડાન્સ અને ગીતો હંમેશાં માટે યાદગાર રહી જાય છે. દાયકાઓ બાદ પણ એવા કેટલાક ગીતો છે જેને નવી પેઢીનાં લોકો પસંદ કરે છે. એનાં સિગ્નૅચર સ્ટેપ્સ પર તાલ બેસાડે છે. એવા ખૂબ ઓછા ગીતો છે જે એની બીટ્સ, લચક અને ઇમોશન્સની સાથે હજી પણ જીવંત છે. એ ગીતો કોઈ પ્રસંગો કે તહેવારોમાં લોકોનાં આજે પણ મનોરંજન પૂરુ પાડે છે. જોકે હાલમાં જે ડાન્સ મુવ્ઝ જોવા મળે છે એ મનોરંજક નથી.

આ પણ વાંચો : ગૌરી ખાને બાળકોનો ફોટો શૅર કરીને જણાવ્યાં તેમને થ્રી લિટલ હાર્ટ્સ

આ જ કારણ છે કે વર્તમાનમાં જે પણ ડાન્સ સોંગ્સ બને છે એ ખૂબ ઓછા સમય માટે સાંભળવા મળે છે. પહેલાં એવા ગીતો હતાં જે દરેક વયનાં લોકોને પોતાની તાલે લગ્નમાં, તહેવારોમાં અને વિવિધ પ્રસંગોમાં નચાવતાં હતાં. શું આજે આવા ગીતો બને છે?’

saroj khan bollywood news