જેલમાં કામ કર્યા બાદ ડિપ્રેશનમાં હતા નીલ નીતિન મુકેશ

05 January, 2020 02:33 PM IST  |  Mumbai Desk

જેલમાં કામ કર્યા બાદ ડિપ્રેશનમાં હતા નીલ નીતિન મુકેશ

નીલ નીતિન મુકેશે જણાવ્યું હતું કે ‘જેલ’માં કામ કરવાથી ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મને અઢી મહિના લાગ્યા હતા. નીલે પોતાની લાઇફમાં અનેક વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આ સંદર્ભે ઝી ટીવીના શો ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’માં હાજર નીલ નીતિન મુકેશે કહ્યું હતું કે ‘બાળકલાકાર તરીકે બે ફિલ્મો કર્યા બાદ અને એક સમૃદ્ધ પરિવારમાંથી આવતો હોવાથી હું એમ વિચારતો હતો કે બૉલીવુડના દરવાજા મારા માટે સહેલાઈથી ખૂલી જશે. જોકે મારી ધારણા ખોટી પડી હતી. મને જ્યારે પહેલી ફિલ્મમાં કામ મળ્યું એ પહેલાં મને અનેક રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.’

મધુર ભંડારકર સાથે ફિલ્મ ‘જેલ’માં કામ કરવાના અનુભવ વિશે નીલે કહ્યું હતું કે ‘મારું માનવું એવું છે કે ‘જેલ’ કદાચ મારી પહેલી ફિલ્મ છે, જેમાં મેં મેથડ ઍક્ટિંગ કરી હતી. એ ફિલ્મના મારા લુકને સચોટ દેખાડવા માટે ઘણા દિવસો સુધી હું નાહ્યો નહોતો. સાથે જ હું દરરોજ પરસેવે રેબઝેબ એક જ કપડાં પહેરતો હતો અને મારા કૅરૅક્ટરને ફીલ કરતો હતો. હું એ કૅરૅક્ટરમાં એટલો તો ડૂબી ગયો હતો કે હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. એમાંથી બહાર આવવા માટે મને અઢી મહિના લાગ્યાં હતાં.’

neil nitin mukesh bollywood entertaintment bollywood news bollywood gossips