નવાઝુદ્દીન સિદ્દીકીની 'રાત અકેલી હૈ'નું શૂટિંગ થયું પૂરું

05 May, 2019 09:50 AM IST  |  મુંબઈ

નવાઝુદ્દીન સિદ્દીકીની 'રાત અકેલી હૈ'નું શૂટિંગ થયું પૂરું

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘રાત અકેલી હૈ’નું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે. આ ફિલ્મ દ્વારા હની ત્રેહાને ડિરેક્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ એક ક્રાઇમ-થ્રિલર છે. નવાઝુદ્દીનની સાથે રાધિકા આપ્ટે અને શ્ર્વેતા ત્રિપાઠી પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થવાની માહિતી ટ્વિટર પર આપતાં નવાઝુદ્દીને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘રાત અકેલી હૈ’નું શૂટિંગ પૂરું થયું છે. ટૅલન્ટેડ હની ત્રેહાન સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. તેણે આ ફિલ્મ દ્વારા ડિરેક્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. પ્રશંસનીય ટીમ અને અવર્ણનીય અનુભવ રહ્યો.’

આ પણ વાંચો : આવનારા પાંચ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે : જૉન એબ્રાહમ

નવાઝુદ્દીન સાથે ફરી એક વાર કામ કરવાની તક મળતાં શ્ર્વેતા ત્રિપાઠી ખુશ છે. નવાઝુદ્દીનની પ્રશંસા કરતાં શ્ર્વેતાએ કહ્યું હતું કે ‘નવાઝભાઈ સાથે કામ કરવાથી ઘણુંબધું શીખવા મળે છે. તેઓ કળાના માસ્ટર છે. ફ્રેમમાં તેમની સાથે આવવાથી તેઓ તમને પણ સુંદર બનાવી દે છે. ‘રાત અકેલી હૈ’માં તેમની સાથે કામ કરવાની તક મળવી એ મારું સદ્નસીબ છે. ખરું કહું તો ‘હરામખોર’ મારી પહેલી ફિલ્મ હતી જે ‘મસાન’ પહેલાં શૂટ કરવામાં આવી હતી. જોકે એ બાદમાં રિલીઝ થઈ હતી. હું ખૂબ નસીબદાર છું કે મારી પહેલી ફિલ્મ નવાઝભાઈ સાથે હતી.’

nawazuddin siddiqui bollywood news