સોસાયટી હીરોને નકારાત્મક છબીમાં સ્વીકારતી નથી : નવાઝુદ્દીન સિદ્દીકી

02 February, 2019 09:08 AM IST  | 

સોસાયટી હીરોને નકારાત્મક છબીમાં સ્વીકારતી નથી : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

જોકે કેટલાક ફિલ્મી પંડિતોએ ફિલ્મ એકપક્ષી હોવાની ટીકા પણ કરી હતી. હીરોની છબીને લઈને નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘છેલ્લાં ૪૦થી ૫૦ વર્ષથી આપણે હીરોને સારી છબીવાળા રજૂ કરીએ છીએ. દર્શકો મુખ્ય પાત્રને નેગેટિવ ભૂમિકામાં જોવા નથી માગતા. હું જો માત્ર નેગેટિવ પાત્રોવાળી જ ફિલ્મો કરું તો એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર નહીં ચાલે. આપણી સોસાયટી હીરોને નેગેટિવ ભૂમિકામાં જોવા માટે તૈયાર નથી. મારી પહેલાંની ફિલ્મો ‘મન્ટો’ અને ‘રમન રાઘવ ૨.૦’ બૉક્સ-ઑફિસ પર કંઈ ઉકાળી નહોતી શકી. એ ફિલ્મોમાં મેં મારા પાત્રને કોઈ પણ જાતના પૉલિશ વગર ખૂબ જ સારી રીતે ભજવ્યાં હતાં. જોકે એને મળેલા ઠંડા રિસ્પૉન્સથી મેં અનુભવ્યું કે આપણા દર્શકો હીરોને નેગેટિવ ભૂમિકામાં જોવા માટે તૈયાર નથી.’

આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ -એક લડકી કો દેખા તો એસા લગા

બૉક્સ-ઑફિસને વધારે મહત્વ નથી આપતો નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે તે બૉક્સ-ઑફિસ કલેક્શનને વધુ મહત્વ નથી આપતો. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો હું ફિલ્મના કલેક્શનને અને એના આંકડાઓ પર વધુ ધ્યાન નથી આપતો. જોકે આ એક વિચિત્ર જગ્યા છે કે જ્યાં લોકો ફિલ્મના કલેક્શનના આધારે ફિલ્મ વિશે ધારણા બાંધે છે નહીં કે એની કન્ટેન્ટ પર આધારિત. આપણી ઇન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો બને છે જેમાં ઍક્ટર્સ સારો પર્ફોર્મન્સ આપે છે, પરંતુ કલેકશનની દૃષ્ટિએ ફિલ્મ સારો બિઝનેસ નથી કરતી. બાદમાં એ ફિલ્મોને ફ્લૉપ જાહેર કરવામાં આવે છે. જોકે એવી પણ કેટલીયે ફિલ્મો છે જેમાં ઍક્ટર્સ સારો પર્ફોર્મન્સ નથી આપતા, આમ છતાં ફિલ્મ મોટી હિટ પુરવાર થાય છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારીએવી આવક રળી હોય છે એથી એને હિટ કહી દેવામાં આવે છે. ખરેખર એ વિચિત્ર છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કેટલું કલેક્શન કર્યું છે એના પર હું પણ ધ્યાન નથી આપતો.’

nawazuddin siddiqui