મારાં બાળકો પાસે મારા કરતાં વધુ અવૉર્ડ‍્‌સ છે

10 February, 2020 03:30 PM IST  |  Mumbai Desk

મારાં બાળકો પાસે મારા કરતાં વધુ અવૉર્ડ‍્‌સ છે

અબરામે તાએ ક્વાન ડોમાં મેડલ જીતી લેતાં શાહરુખ ખાને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેના અવૉર્ડ‍્‌સ કરતાં તેનાં બાળકો પાસે વધુ અવૉર્ડ‍્‌સ છે. અબરામનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘તમે તાલીમ લો છો, તમે લડો છો, સફળતા મેળવો છો. પછી ફરીથી એ કરો છો. મને લાગે છે કે આ મેડલ મળ્યા બાદ મારાં બાળકો પાસે મારા કરતાં વધુ અવૉર્ડ‍્‌સ આવી ગયા છે. આ એક સારી બાબત છે. મને હવે વધુ ટ્રેઇનિંગની જરૂર છે. મારા દીકરા પર ગર્વ છે અને મને પ્રેરણા પણ મળે છે.’

Shah Rukh Khan abram khan bollywood bollywood news bollywood gossips