જૅકી ચૅન અને હૃતિક રોશન મારી પ્રેરણા છે : ટાઇગર શ્રોફ

06 October, 2019 11:05 AM IST  |  મુંબઈ

જૅકી ચૅન અને હૃતિક રોશન મારી પ્રેરણા છે : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવુ છે કે તેને ઍક્શન હીરો તરીકે ઓળખ મળે એ તેના માટે પૂરતુ છે. બીજી ઑક્ટોબરે રિલીઝ થયેલી હૃતિક રોશન સાથેની ‘વૉર’ને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં બન્નેની વચ્ચે જબરદસ્ત ઍક્શન સીક્વન્સ જોવા મળી રહ્યા છે. ઍક્શન ફિલ્મોને લઈને ટાઇગરે કહ્યું હતું કે ‘ઍક્શન ફિલ્મો કરવાને હું એન્જૉય કરું છું. આજે મેં જે કંઈ પણ મેળવ્યુ છે એ માત્ર ઍક્શન ફિલ્મોને કારણે જ મેળવ્યુ છે.

આ પણ વાંચો : એક કામ કરું છું હું ઍક્ટિંગ કરવાનું જ છોડી દઉં: તાપસી પન્નુ

મારા પ્રેરણાસ્ત્રોત સૌથી દિગ્ગજ એવા ઍક્શન હીરોઝ જૅકી ચેન અને હૃતિક રોશન છે. એથી હું તેમનાં જેવો બનું એવી મને પ્રેરણાં મળે છે. સાથે જ તેમનાં જેવા કામ કરવા માટે પણ હું પ્રેરિત થાઉં છું. વર્તમાનમાં મારા સાથીઓ સારુ કામ કરી રહ્યાં છે. હું મારી પોતાની એક ઓળખ બનાવવા માગુ છું. લોકો જ્યારે મને ઍક્શન હીરો તરીકે ઓળખે છે એ મારા માટે પૂરતું છે.’

tiger shroff hrithik roshan bollywood news jackie chan