Mission Mangal Box Office Collection: 100 કરોડની ક્લબમાં થઈ એન્ટ્રી

20 August, 2019 11:51 AM IST  |  મુંબઈ

Mission Mangal Box Office Collection: 100 કરોડની ક્લબમાં થઈ એન્ટ્રી

મિશન મંગલની 100 કરોડની ક્લબમાં થઈ એન્ટ્રી


મલ્ટી સ્ટારર ફિલ્મ મિશન મંગલ અક્ષય કુમારના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ વીકેંડ કલેક્શન મેળવનારી ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ સતત શાનદાર કમાણી કરતી આગળ વધી રહી છે. અને હવે તેણે 100 કરોડનો આંકડો પાર કરી રહ્યા છે. ફિલ્મે સોમવારે લગભગ 10 કરોજની કમાણી કરી.

રિલીઝના પાંચમાં દિવસે ફિલ્મ મિશન મંગલે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ પહેલા 2018માં અક્ષયની ફિલ્મ 2.0એ પાંચ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. ત્યાં જ 2019માં કેસરીએ સાત દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. ફિલ્મ સતત સારી કમાણી કરી રહી છે. મિશન મંગલની વાત કરીએ તો ફિલ્મ 15 ઑગસ્ટે સ્વતંત્રતા પર્વ પર રિલીઝ કરવામાં આવી હતી. જે દિવસે રક્ષાબંધન પણ હતી. જેના કારણે ફિલ્મને બમ્પર કમાણી થઈ.

મિશન મંગલ મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલહારી અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી ભારતે મંગલ ગ્રહ પર સફળતા પૂર્વક મોકલેલા મંગલ યાનની છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ દિવસે જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. હાલ બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મો વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. બોલીવુડની સાથે હોલીવુડની ફિલ્મો પણ રિલીઝ થઈ છે. હોલીવુડની ફિલ્મ ધ લાયન કિંગને હજી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

આ પણ જુઓઃ બર્થ ડે સ્પેશિયલઃ જાણો કેમ સ્નેહલતા છે નરેશ કનોડિયાના ફેવરિટ હિરોઈન!

પહેલા જ દિવસે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ 2019માં સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોના લિસ્ટમાં બીજા નંબરે પહોંચી છે. રવિવારે રજા હોવાને કારણએ ફિલ્મે પોતાનું કલેક્શન જાળવી રાખ્યું છે. રવિવારે ફિલ્મે 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 85 કરોડથી વધુ થઈ ગયું હતું.


akshay kumar vidya balan taapsee pannu