કૅમેરા સામે કમ્ફર્ટેબલ છે મીરા રાજપૂત : શાહિદ કપૂર

26 August, 2019 01:57 PM IST  |  મુંબઈ

કૅમેરા સામે કમ્ફર્ટેબલ છે મીરા રાજપૂત : શાહિદ કપૂર

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂરનું કહેવું છે કે તેની વાઇફ મીરા રાજપૂત કૅમેરા સામે કમ્ફર્ટેબલ છે. સાથે જ તે ઘર સજાવટમાં પણ સારી સમજ ધરાવે છે. મીરાને ઍક્ટિંગમાં રસ છે કે નહીં એ વિશે પૂછતાં શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘તેણે કદી પણ એ વિશે ઈચ્છા વ્યક્ત નથી કરી. હું જે પણ કરું છું એમાં તે મને સપોર્ટ કરે છે. મીરાને જે પણ કરવાની ઈચ્છા હોય એમાં હું પણ તેને હંમેશાં સપોર્ટ આપતો રહીશ. તે ક્રિએટીવ છે. તેને કપડાની પણ વાંચવામાં કુશળ છે. તે મેક અપ પણ સારો કરે છે. હું તેની એ બધી બાબતોની પ્રશંસા કરું છું. ઘર અને ફર્નિચરની બાબતમાં પણ તે એને સજાવવામાં નિપુણ છે. સાથે જ તે કૅમેરા સામે પણ કમ્ફર્ટેબલ છે.’

mira rajput shahid kapoor bollywood news