કૉમેડી ફિલ્મ બનાવવાની ઇચ્છા છે મેઘના ગુલઝારને

06 January, 2020 03:48 PM IST  |  Mumbai Desk

કૉમેડી ફિલ્મ બનાવવાની ઇચ્છા છે મેઘના ગુલઝારને

મેઘના ગુલઝારને હવે કૉમેડી ફિલ્મો બનાવવી છે. તેણે રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત હોય એવી ફિલ્મો જેવી કે ‘રાઝી’, ‘તલવાર’ અને ‘છપાક’ બનાવી છે. ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલની સ્ટોરી ‘છપાક’માં જોવા મળશે. દીપિકા પાદુકો‌ણ અને વિક્રાન્ત મૅસી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. કૉમેડી ફિલ્મો વિશે જણાવતાં મેઘનાએ કહ્યું હતું કે ‘મારી ઇચ્છા કૉમેડી ફિલ્મો બનાવવાની છે. એવી ફિલ્મો બનાવવી મને ગમશે, કારણ કે એને માટે ટૅલન્ટની પણ જરૂર છે. જોકે એવી કોઈ સ્ટોરી હાલમાં મારા દિમાગમાં નથી. સાથે જ મારું એમ પણ માનવું છે કે એને માટે જરૂરી આવડત મારામાં નથી. જોકે હું એવી ફિલ્મ બનાવવા માગું છું. મારો અર્થ છે કે ‘સિમ્બા’માં જ્યારે રણવીર સિંહની એન્ટ્રી થાય છે એવા પ્રકારનાં વિઝ્‍યુઅલ્સ તમે જોઈ શકો છો.

meghna gulzar bollywood bollywood news bollywood gossips