#MeToo નાના પાટેકરને પોલીસની ક્લીન ચિટ સામે તનુશ્રી દત્તાનો વિરોધ

06 December, 2019 10:41 AM IST  |  Mumbai

#MeToo નાના પાટેકરને પોલીસની ક્લીન ચિટ સામે તનુશ્રી દત્તાનો વિરોધ

નાના પાટેકર અને તનુશ્રી દત્તા

અભિનેતા નાના પાટેકર પર મૂકેલા મર્યાદાભંગના આરોપના કેસમાં પોલીસના બી-સમરી રિપોર્ટને પડકારતી અરજી અભિનેત્રી તનુશ્રી દત્તાએ ગઈ કાલે અદાલતમાં ફાઇલ કરી હતી. પોલીસને ચાર્જશીટ ફાઇલ કરવા માટે પૂરતા પુરાવા ન મળે ત્યારે તે બી-સમરી રિપોર્ટ ફાઇલ કરે છે. પોલીસે ફાઇલ કરેલા બી-સમરી રિપોર્ટના વિરોધમાં તનુશ્રી દત્તાએ અંધેરીની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ્સની કોર્ટમાં અરજી કરી હોવાનું તનુશ્રીના વકીલ ઍડ્વોકેટ નીતિન સાતપુતેએ જણાવ્યું હતું.

tanushree dutta nana patekar MeToo mumbai mumbai police bollywood news