Marjaavaan First Look:ફરી એકવાર રિતેશ દેશમુખ વર્સિઝ સિદ્ધાર્થ મલ્હોત્રા

23 August, 2019 04:02 PM IST  |  મુંબઈ

Marjaavaan First Look:ફરી એકવાર રિતેશ દેશમુખ વર્સિઝ સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ વિ. રિતેશ

એક વિલન ફિલ્મમાં સામ સામે ટકરાયા બાદ હવે ફરી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ફરી એકવાર સામ સામે આવવાના છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. એક વિલનમાં સાઈકો કિલર બનેલા રિતેશ દેશમુખ મરજાવામાં 3 ફૂટના ખતરનાક ઠીંગણા વ્યક્તિ બન્યા છે. ફિલ્મના ફર્સ્ટ લૂકના કેટલાક ફોટોઝ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં બંને એક્ટર્સ એકબીજાને ચેલેન્જ આપતા દેખાઈ રહ્યા છે.

મરજાવાંને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરી રહ્યા છે. આ રોમેન્ટિક થ્રિલરમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકૂલપ્રીત અને તારા સુતરિયા લીડ રોલમાં છે. સૌથી પહેલા રિતેશ અને સિદ્ધાર્થનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે ફિલ્મની સ્ટોરીમાં રોમાન્સની સાથે સાથે રિતેશ અને સિદ્ધાર્થ વચ્ચે જીવલેણ ટક્કર પણ થશે. પોસ્ટર શૅર કરવાની સાથે બંને કલાકારો એકબીજા સામે ડાયલોગ પણ મારી રહ્યા છે. રિતેશે પોતાનો લૂક શૅર કરતા લખ્યું છે,'તુ હીરો હૈ, મેં ઝીરો હું. પર બંદૂક કિતની ભી બડી હો, જાન લેવા તો છોટી ગોલી હી હોતી હૈ.'

બીજી તરફ સિદ્ધાર્થે પણ પોસ્ટર શૅર કર્યું છે, જેમાં બંનેનું ફૅસ ઓફ દેખાય છે. આ પોસ્ટરની સાથે સિડે લખ્યું,"તેરી જાન ઉખાડુંગા ઝડ સે, તેરે તીન ફૂટ કે કદ સે'

ઉલ્લેખનીય છે કે વિલન તરીકે રિતેશ દેશમુખની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ એક વિલનમાં નેગેટિવ લીડ રોલ કરી ચૂક્યા છે. હવે મરજાવાંમાં ફરી તેઓ આ જ અંદાજમાં દેખાવાના છે. એક વિલન બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શ્રદ્ધા કપૂર ફીમેલ લીડ રોલમાં હતા. મરજાવાં 22 નવેમ્બરે રિલીઝ થવાની છે.

riteish deshmukh sidharth malhotra entertaintment