Malang Box office Collection Day 1: કરી આટલી કમાણી

08 February, 2020 04:49 PM IST  |  Mumbai Desk

Malang Box office Collection Day 1: કરી આટલી કમાણી

આદિત્ય રૉય કપૂર અને દિશા પટણીની ફિલ્મ 'મલંગ' 7 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીધ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી ભલે મિક્સ રિવ્યૂ મળ્યા હોય, પણ ફિલ્મે પહેલા દિવસે કમાણી ઠીક-ઠાક કરી છે. 'મલંગ'ના ફર્સ્ટ જે કલેક્શન વિશે વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 6.71 કરોડ એટલે કે 6 કરોડ 71 લાખ રૂપિયાનું બિઝનેસ કર્યું છે. ફિલ્મ ક્રિટિર તરણ આદર્શે ટ્વીટ કરી ફિલ્મના કલેક્શન વિશે માહિતી આપી છે.

'મલંગ'નું કલેક્શન આદિત્ય રૉય કપૂરની અત્યાર સુદીની બધી સોલો ફિલ્મોમાં સૌથી વધારે રહ્યું છે. તરણના ટ્વીટ પ્રમાણે વર્ષ 2013માં રિલીઝ થેયલી 'આશિકી 2'એ પહેલા જ દિવસે 6.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે ફિલ્મમાં આદિત્ય સોલો લીડ રોલમાં હતા. તેની સાથે શ્રદ્ધા કપૂરે સ્ક્રીન શૅર કરી હતી. તેના પછી વર્ષ 2014માં રિલીઝ થયેલી આદિત્યની ફિલ્મ 'દાવક-એ-ઇશ્ક' કંઇ ખાસ કમાલ દર્શાવી શકી ન હતી. ફિલ્મે પહેલા દિવસે 3.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફિતૂર'એ પહેલા દિવસે 3.61 કરોડની કમાણી કરી હતી, તો 2017માં આવેલી 'ઓકે જાનૂ'એ પહેલા દિવસે 4.08નું બિઝનેસ કર્યું હતું. હવે ત્રણ વર્ષ પછી આદિત્ય 'મલંગ'ની સાથે સોલો લીડ એક્ટર તરીકે દેખાયો. આ ફિલ્મનું કલેક્શન તેની અન્ય ફિલ્મોના કલેક્શન કરતાં સારું રહ્યું. હવે જોવાનું એ હશે કે ફિલ્મ કેટલા દિવસ પડદા પર ટકી શકે છે, કારણ કે તેની સામે પડદા પર ઘણી ફિલ્મો છે.

મોટા પડદા પર હાલ 'મલંગ'ને અજય દેવગન- કાજોલની ફિલ્મ 'તાન્હાજી', શ્રદ્ધા કપૂર અને વરુણ ધવનની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D', તાજેતરમાં રિલીઝ થયેલી વિધુ વિનોદ ચોપડાની 'શિકારા' અને હિના ખાનની ફિલ્મ 'હેક્ડ' ટક્કર આપી રહી છે. એવામાં 'મલંગ'નું પોતાના દર્શકોને બાંધી રાખવું મોટો પડકાર હશે.

aditya roy kapur bollywood sara ali khan bollywood news bollywood gossips box office