મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંકી હતી : રંગોલી ચંડેલ

20 February, 2020 03:02 PM IST  |  Mumbai Desk

મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંકી હતી : રંગોલી ચંડેલ

કંગના રનોટ અને તેની બહેન રંગોલી ચંડેલ છાશવારે કન્ટ્રોવર્સી ઊભી કરતાં હોય છે. રંગોલીએ હાલમાં ફરી એક નવી કન્ટ્રોવર્સી ઊભી કરી છે. હૃતિક અને કંગના વચ્ચેની કન્ટ્રોવર્સી જગજાહેર છે. આ વિશે આરોપ લગાવતાં રંગોલી ચંડેલે ટ્વીટ કર્યું હતું કે ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી હતી અને ધમકાવતાં તેના પર દબાણ નાખ્યું હતું કે તે હૃતિક રોશનને સૉરી કહે. મહેશ ભટ્ટે તેના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે સુસાઇડ બૉમ્બરનું પાત્ર ભજવવા માટે ના પાડી હતી. તેઓ વડા પ્રધાનને ફાસીવાદી જણાવે છે, પરંતુ ચાચાજી આપ દોનોં ક્યા હો?’

kangana ranaut rangoli chandel mahesh bhatt bollywood bollywood news bollywood gossips