તે એક બાળક છે, હું તેના વિશે ખરાબ ક્યારેય નહીં બોલું: મહેશ ભટ્ટ

04 March, 2020 07:23 PM IST  |  મુંબઈ

તે એક બાળક છે, હું તેના વિશે ખરાબ ક્યારેય નહીં બોલું: મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

કંગના રનોટની બહેન રંગોલીએ ભટ્ટ ફૅમિલી વિરુદ્ધ ઘણા આરોપ મૂક્યા છે, પરંતુ તેમણે એ વિશે કમેન્ટ કરવાની ના પાડી દીધી છે. રંગોલી અને કંગનાએ આલિયા ભટ્ટ વિરુદ્ધ ગમેતેવી કમેન્ટ કરી હતી. તેમ જ રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે મહેશ ભટ્ટે કંગના સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું. આ વિશે પૂછતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘આપણો નૈતિક સિદ્ધાંત સૂચવે છે કે આપણે આપણાં બાળકો પર સવાલ ન ઉઠાવવા જોઈએ. તેઓ આપણાં બાળકો છે અને તેમના વિરુદ્ધ બોલવાથી આપણો હેતુ તો પાર પડશે, પરંતુ એ આપણા જીવનની રીતથી વિપરીત અસર પાડશે. તે એક બાળક છે જેણે તેની કરીઅરની શરૂઆત અમારી સાથે કરી હતી. જો તેના પરિવારના સભ્યએ કંઈ કહ્યું હોય અને મને એ વિશે પૂછવામાં આવે અને હું જવાબ આપું તો આ વાતને વધુ વેગ મળશે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું બાળકો વિશે ક્યારેય ખરાબ નહીં બોલું.’

આ પણ વાંચો : સાંડ કી આંખનું શૂટિંગ પૂરું થતાં ભાવુક બની ભૂમિ અને તાપસી

કંગનાની પહેલી ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’ને મહેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી હતી. તેમનું માનવું છે કે તેમના વિશે ખરાબ બોલવાથી લોકોની દુકાન ચાલતી હોય તો તેમને એનાથી કોઈ ફરક નથી પડતો. આ વિશે વધુ જણાવતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘હું કોઈ દિવસ મારા જુનિયર, આપણી મહિલાઓ અને બાળકો વિશે ખરાબ નહીં બોલું. મારો સિદ્ધાંત, મારો નેચર અને મારી માન્યતાઓ મને એમ કરતાં અટકાવે છે.’

mahesh bhatt kangana ranaut bollywood news