યો યો હની સિંહ વિરુદ્ધ લખનઉ કોર્ટે બહાર પડ્યું બિન-જામીનપાત્ર વૉરન્ટ

11 August, 2019 12:43 PM IST  |  લખનઉ

યો યો હની સિંહ વિરુદ્ધ લખનઉ કોર્ટે બહાર પડ્યું બિન-જામીનપાત્ર વૉરન્ટ

યો યો હની સિંહ

યો યો હની સિંહ વિરુદ્ધ લખનઉની સ્થાનિક કોર્ટે સાત વર્ષ જુનાં કેસમાં બિન-જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યો છે. ૨૦૧૨ની ૩૧ ડિસેમ્બરે હની સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે હની સિંહનું ‘મૈં હું બલાત્કારી’ એક અપમાનજનક અને વાંધાજનક ગીત છે. આ ગીત ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે. આ મામલામાં તપાસ કર્યા બાદ ૨૦૧૩ની ૨૭ જૂને પોલીસે ભારતીય બંધારણની કલમ ૨૯૨,૨૯૩ અને ૨૯૪ હેઠળ કેસ નોંધ્યો હતો. એ વખતે કોર્ટે તેને ૨૦૧૩ની ૨૩ ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનાં આદેશ આપ્યા હતાં.

આ પણ વાંચો : પદ્માવત મારા માટે સૌથી અઘરી ફિલ્મ હતી: સંજય લીલા ભણસાલી

જોકે હની સિંહે એનાં તરફ ધ્યાન ન આપ્યું. જોકે આ કેસમાં ફરી એકવાર કોર્ટે ૨૦૧૯ની ૧૧ સપ્ટેમ્બરે હની સિંહને કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

yo yo honey singh bollywood news