લિયોનાર્ડોએ દિલ્હીના પ્રદૂષણ પર વ્યક્ત કરી ચિંતા, પોસ્ટ કરી કહ્યું આવું

20 November, 2019 04:49 PM IST  |  New Delhi

લિયોનાર્ડોએ દિલ્હીના પ્રદૂષણ પર વ્યક્ત કરી ચિંતા, પોસ્ટ કરી કહ્યું આવું

લિયોનાર્ડો ડિકેપ્રિયો

અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો ગ્લોબોલ વૉર્મિંગ અને તેના પર્યાવરણ પર પ્રભાવને લઈને હંમેશા વાતચીત કરતા રહે છે. હવે તેમણે દિલ્હીના પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે. નોટ સાથે કેટલાક ફોટોસ પણ શેર કર્યા છે.

પોતાની નોટમાં લિયોનાર્ડો ડિકેપ્રિયોએ લખ્યું છે કે, "1500થી વધુ લોકો દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર ભેગા થયા. તેઓ શહેરમાં વધતા પ્રદૂષણ પર તરત કાર્રવાઈ કરવાની માંગ કરી રહ્યા છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના જીવ જાય છે. આ આંકડાઓ વાયુ પ્રદૂષણને ભારતનો પાંચમો સૌથી મોટો કિલર બનાવે છે."

આગળ તેણે લખ્યું કે, તમામ ઉંમરના લોકો આ પ્રદર્શનમાં સામેલ થયા, જેના કારણે તેમના પર કાર્રવાઈ કરવામાં આવી. ભારતના વડાપ્રધાનના કાર્યાલયે વિરોધ પ્રદર્શનના કેટલાક કલાકોમાં જ આ મામલે ધ્યાન આપીને એક ખાસ પેનલની રચના કરી છે. જેમણે ખાસ રિપોર્ટ તૈયાર કરવાનો છે.

દિલ્હીની હવા અસુરક્ષિત
કેન્દ્રએ સ્વીકાર કર્યો કે ગ્રીન ફંડનો ઉપયોગ વાયુ પ્રદૂષણ સામે લડવા માટે કરવામાં આવશે. સાથે કૃષિ મંત્રાલયને તાત્કાલિક એવા સાધોનો વિકસિત કરવા માટે કહ્યું છે જેથી પાકને બાળવો ન પડે.

leonardo dicaprio air pollution