કોરોના વાઇરસને કારણે માસ્ક પહેરીને શૂટિંગ કરી રહ્યો છે કાર્તિક આર્યન

15 March, 2020 01:42 PM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસને કારણે માસ્ક પહેરીને શૂટિંગ કરી રહ્યો છે કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

કોરોના વાઇરસને કારણે કાર્તિક આર્યન ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ માસ્ક પહેરીને લખનઉમાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને તબુ પણ જોવા મળશે. અનીસ બઝમીની આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. કોરોનાના વધી રહેલા ત્રાસને કારણે લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ વધ્યા હોવાથી આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. કાર્તિકે એક નાનકડી વિડિયો ક્લીપ બનાવી છે જેમાં ફિલ્મના ટીમ મેમ્બર્સ પણ માસ્ક પહેરેલા છે. આ ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી.

bollywood bollywood news bollywood gossips kartik aaryan