મને પ્રિયંકા ચોપડા જેવી મહત્વાકાંક્ષા નથી : કરીના

24 February, 2019 09:59 AM IST  | 

મને પ્રિયંકા ચોપડા જેવી મહત્વાકાંક્ષા નથી : કરીના

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે પ્રિયંકા ચોપડા જોનસ જેવી આકાંક્ષાઓ રાખતી નથી. આ બન્ને ‘કૉફી વિથ કરણ’ની છઠ્ઠી સીઝનમાં કરીના અને પ્રિયંકા જોવા મળવાનાં છે. આ શોમાં કરણ જોહરે કરીનાને પૂછ્યું હતું કે શું તેને પ્રિયંકાની જેમ હૉલીવુડમાં કામ કરવાની ઇચ્છા છે? આ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘હું એ ન કરી શકું. હું પહેલાં પણ કહી ચૂકી છું કે હું અહીં ખુશ છું. મારો પરિવાર, મારો પ્રેમ બધું જ અહીં છે અને વિશેષ તો મારું બાળક.

આ પણ વાંચો : સિદ્ધુને ફિલ્મસિટીમાં એન્ટ્રી છે, પરંતુ નહીં કરી શકે કામ : અશોક પંડિત

મારા મતે પ્રિયંકાએ જે કર્યું છે એ ખૂબ જ અદ્ભુત છે. પ્રિયંકામાં મેં નિર્ભયતા જોઈ છે. હું ખરેખર એની પ્રશંસા કરું છું, કારણ કે મારી પાસે તેના જેવી મહત્વાકાંક્ષાઓ અને સમર્પણ નથી.’

kareena kapoor priyanka chopra bollywood news