કઝિનની રોકા સેરેમનીમાં હાજરી આપવા ઍરપોર્ટ પર જ તૈયાર થવા માંડી કરીના

16 December, 2019 11:49 AM IST  |  Bengaluru

કઝિનની રોકા સેરેમનીમાં હાજરી આપવા ઍરપોર્ટ પર જ તૈયાર થવા માંડી કરીના

કરીના ખાન

કઝિન અરમાન જૈનની રોકા સેરેમનીમાં હાજરી આપવા માટે કરીના કપૂર ખાન ઍરપોર્ટ પર જ તૈયાર થવા માંડી હતી. એક ફૅશન સ્ટોરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે તે બૅન્ગલોર ગઈ હતી.

 

 

જોકે મુંબઈમાં આયોજિત રોકા સેરેમની અટેન્ડ કરવા માટે તેણે ઍરપોર્ટને જ મેકઅપ-રૂમ બનાવી દીધી હતી. એનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં તેની ટીમ તેનો મેકઅપ અને હેર-સ્ટાઇલ કરી રહી છે. વિડિયોમાં કરીના કહી રહી છે, ‘મારી નવી મેકઅપ-રૂમ, બૅન્ગલોર ઍરપોર્ટ.’

kareena kapoor bollywood news