કરણ વાહીને ક્રિકેટ પ્રત્યે હંમેશાંથી દીવાનગી રહી છે

11 January, 2020 12:43 PM IST  |  Mumbai Desk

કરણ વાહીને ક્રિકેટ પ્રત્યે હંમેશાંથી દીવાનગી રહી છે

કરણ વાહીને ક્રિકેટ પ્રત્યે હંમેશાંથી પ્રેમ રહ્યો છે. તે ટૂંક સમયમાં ક્રિકેટર્સ સાથેના શો ‘ઝિંગ ગેમ ઑન’ને હોસ્ટ કરવાનો છે. ઝિંગ ચૅનલ પર શરૂ થનાર આ શોમાં મ્યુઝિકનો પણ સમાવેશ કરવામાં આવશે. શોમાં ક્રિકેટર્સનાં અનેક પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવશે. તેઓ સિન્ગિંગ, ડાન્સિંગ અને કેટલીક ચૅલેન્જિંગ ગેમ્સ રમતા પણ જોવા મળશે. આ શો વિશે જણાવતાં કરણ વાહીએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી ક્રિકેટ પ્રત્યે આકર્ષિત થયો છું. મને જ્યારે આ શો હોસ્ટ કરવાની તક મળી તો શોને ના પાડવાની તો જરૂર પડતી જ નથી. એમાં બે વસ્તુઓ સમાયેલી છે, એને હું ખૂબ પ્રેમ કરું છું. ક્રિકેટની દુનિયાના ખેલાડીઓ સાથે ચર્ચા કરવી એ મારા માટે સુવર્ણ તક સમાન છે. એથી જ ‘ઝિંગ ગેમ ઑન’ સાથે જોડાઈને હું ખૂબ ખુશ છું.’

television news karan wahi