કંગના-આલિયાની લડાઈમાં કૂદ્યા રણદીપ-સોની રાઝદાન, કંગનાની બહેને ઝાટકયા

17 April, 2019 01:56 PM IST  |  મુંબઈ

કંગના-આલિયાની લડાઈમાં કૂદ્યા રણદીપ-સોની રાઝદાન, કંગનાની બહેને ઝાટકયા

કંગના રનૌત અને આલિયા ભટ્ટ વચ્ચે કોલ્ડ વૉર અટકી નથી રહ્યું. કેટલાક દિવસો પહેલા કંગના રનૌતે ગલી બોયમાં આલિયા ભટ્ટની એક્ટિંગને એવરેજ ગણાવી હતી. બાદમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે હવે તે વધુ મહેનત કરશે, જેથી કંગના તેના વખાણ કરે. હવે આ બંનેની વર્ડ વૉરમાં રણદીપ હૂડ્ડા પણ કદ્યા છે, જો કે કંગનાની બહેન રંગોલી ચંદેલે રણદીપની બેન્ડ બજાવી દીધી.

રણદીપ હુડ્ડાએ મંગળવારે અચાનક જ આલિયા ભટ્ટના વખાણ કરતું ટ્વિટ કર્યું. રણદીપે લખ્યું હતું,'ડિયર આલિયા, મને ખુશી છે કે તું અનિયમિત કલાકારો અને પીડિતોની વાતોની અસર તારા કામ પર નથી પડવા દેતી. પોતાની જાતને વધુ સારી બનાવવા પ્રયત્નો કરવા બદલ સરાહના.' હુડ્ડાના આ ટ્વિટને આલિયા ભટ્ટે રિટ્વિટ કર્યું હતું. જો કે રણદીપ હુડ્ડાએ ભલે તેમાં કોઈનું નામ ન લખ્યું હોય પરંતુ બધા જ જાણે છે કે નિશાન કોણ હતું.

 


તો વાત જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી પણ ખરી. આ ટ્વિટ સમજતા જ કંગનાની બહેન રંગોલીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી. રંગોલીએ પોતાના જવાબી ટ્વિટમાં રણદીપ હુડ્ડાને ટેગ પણ કર્યા. રંગોલીએ લખ્યું,'આલિયા બેબીને બચાવવા માટે નેપોટિઝમ ગેંગમાં તો હિંમત નથી, એટલે તને આગળ કર્યો. હું જાણું છું ઉંગલી ફિલ્મ દરમિયાન તે શું કર્યું છું. કંગનાને હેરાન કરી હતી. અને તું કરણ જોહરનો કેટલો મોટો ચમચો છે. છતાંય તારુ કશું ન થયું. આલિયા જેવા લોકો ચમચાગિરી કરીને સફળ તો થયા, ભાઈ તુ તો હંમેશા નિષ્ફળ રહ્યો છે.'

જો કે રંગોલીના આ ટ્વિટનો જવાબ કોઈ ન આપ્યો. પરંતુ રણદીપ હુડ્ડાને જવાબ આપ્યા બાદ રંગોલીએ આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાનને આડે હાથ લીધી. સોની રાઝદાને એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કોઈનું નામ લીધા વિના લખ્યું હતું કે,'મહેશ ભટ્ટ એ વ્યક્તિ છે, જેણે તેને બ્રેક આપ્યો હતો. તે તેમની પત્ની અને પુત્રી પર વારંવાર પ્રહાર કરી રહી છે. આ ગાલીગલોચ અને નફરત બાદ કહેવા માટે બચ્યું જ શું છે. એજન્ડા શું છેં ?'

સોની રાઝદાને મોડી રાત્રે આ ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું. રંગોલીએ સોનીના આ ટ્વિટનો પણ જવાબ આપ્યો અને લખ્યું,'ડિયર સોની જી, મહેશ ભટ્ટે તેને બ્રેક નહોતો આપ્યો, અનુરાગ બસુએ આપ્યો હતો. મહેશ ભટ્ટ પોતાના ભાઈના પ્રોડક્શન હાઉસમાં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. નોંધ રાખો કે પ્રોડક્શન હાઉસ તેમનું નથી. કંગનાએ તેમણે લખેલી ફિલ્મ ધોખામાં કામ કરવાની ના પાડી દીધી હતી. મહેશ ભટ્ટ તેને ફિલ્મમાં સુસાઈડ બોમ્બર બનાવવા ઈચ્છતા હતા. કંગનાની નાથી તે એટલા ગુસ્સે થયા કે ઓફિસમાં તેના પર બૂમો પાડી હતી, બાદમાં જ્યારે કંગના વો લમ્હેના પ્રિવ્યુ માટે પહોંચી તો તેના પર ચંપલ ફેંક્યું હતું. કંગનાને પોતાની જ ફિલ્મ નહોતી જોવા દેવાઈ, ત્યારે કંગના માત્ર 19 વર્ષની હતી.'

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે પોતાની કરિયરની બીજી જ ફિલ્મ હાઈ વેમાં રણદીપ હુડ્ડા સાથે કામ કર્યું હતું.

alia bhatt soni razdan randeep hooda kangana ranaut bollywood