કંગના રનોટની દખલગીરીને અફવા ગણાવી મેન્ટલ હૈ ક્યાના ડિરેક્ટરે

08 June, 2019 08:45 AM IST  |  મુંબઈ

કંગના રનોટની દખલગીરીને અફવા ગણાવી મેન્ટલ હૈ ક્યાના ડિરેક્ટરે

કંગના રનોટ

‘મેન્ટલ હૈ ક્યા’માં કંગના રનોટ દખલગીરી કરે છે એ વાતને ફિલ્મના ડિરેક્ટર પ્રકાશ કોવેલામુડીએ અફવા ગણાવી છે. આ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર છે. એવી ચર્ચા હતી કે કંગના ફિલ્મના શૂટિંગ દરમ્યાન દખલ કરતી હતી અને કેટલાક સીનથી તે નાખુશ હોવાથી એને રીશૂટ પણ કરવા પડ્યા હતા. આ જ કારણસર ફિલ્મની રિલીઝમાં મોડું થઈ રહ્યું છે. આ તમામ બાબતોને પાયાવિહોણી જણાવતાં ડિરેક્ટર પ્રકાશ કોવેલામુડીએ કહ્યું હતું કે ‘ફિલ્મ દરમ્યાન કંગના એક ઍક્ટર હતી. તે પ્રોફેશનલ છે સાથે ક્રીએટિવ પણ છે.

કંગના અને રાજકુમાર રાવ બન્ને પાવરહાઉસ પર્ફોર્મર્સ છે. તેમને ડિરેક્ટ કરવાનું મેં ખૂબ એન્જૉય કર્યું હતું. તેમનાં કૅરૅક્ટર્સને જે રીતે ઘડવામાં આવ્યાં છે એને જોઈ‌ને હું ખુશ છું. ‘મેન્ટલ હૈ ક્યા’ એક ષડયંત્રવાળી થ્રિલર ફિલ્મ છે, જેમાં હળવી કૉમેડી પણ જોવા મળશે. આ ફિલ્મ રૂઢિવાદી પરંપરાને એક પડકાર છે અને હું ખૂબ ઉત્સાહી છું કે લોકોને કંઈક ઓરિજિનલ જોવા મળશે.’

આ પણ વાંચો : 'કબીર સિંહ'માં પરફેક્ટ રોલ માટે શાહિદ કપૂરે કર્યુ આ ખાસ કામ

ફિલ્મના કેટલાક સીન્સને રીશૂટ કરવામાં આવ્યા છે એ વાતને નકારતાં પ્રકાશ કોવેલામુડીએ કહ્યું હતું કે ‘અમે પહેલું શેડ્યુલ મુંબઈમાં પૂરું કર્યું હતું. બીજું શેડ્યુલ અમે લંડનમાં પૂરું કર્યું હતું. ફિલ્મનું છેલ્લું શેડ્યુલ અમે ફરીથી મુંબઈમાં પૂરું કર્યું હતું. ફાઇનલ શૂ‌ટ‌િંગ ગયા મહિને જ પૂરું કરવામાં આવ્યું છે. જે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે એ પાયાવિહોણાં છે.’

kangana ranaut bollywood news