એસિડ અટૅક કરનારા પર છપાક એક તમાચો છે : કંગના રનોટ

09 January, 2020 12:24 PM IST  |  Mumbai

એસિડ અટૅક કરનારા પર છપાક એક તમાચો છે : કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે દીપિકા પાદુકોણની ‘છપાક’એ એસિડ અટૅક કરનારા વ્યક્તિ પર એક તમાચો છે. દીપિકાની ફિલ્મનું ટ્રેલર જોયા બાદ કંગનાને તેની બહેન રંગોલી ચંડેલ સાથે થયેલી ઘટના યાદ આવી ગઈ હતી. રંગોલી પણ એસિડ અટૅક સર્વાઇવર છે. તેણે કંગનાનો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કંગના કહી રહી છે કે ‘મેં હાલમાં જ ‘છપાક’નું ટ્રેલર જોયું છે અને એ જોયા બાદ મને મારી બહેન રંગોલી સાથે થયેલા એસિડ અટૅકની ઘટના યાદ આવી ગઈ હતી. આ અટૅક બાદ મારી બહેને જે હિમ્મત દેખાડી હતી એનાથી મારી લાઇફમાં આવતી તમામ ચૅલેન્જનો સામનો કરવા માટે મને તાકાત અને પ્રેરણા મળી છે. તેની સ્માઇલથી મને દરેક દુખ સામે ‘પંગા’ લેવાની હિમ્મત મળે છે. આ ફિલ્મ બનાવવા માટે આજે હું અને મારું ફૅમિલી મેઘના ગુલઝાર અને દીપિકાનો આભાર માનીએ છીએ.

આ પણ વાંચો : 'કાંટા લગા' ગુજરાતી ગર્લ શેફાલી જરીવાલા હાલ લાગે છે આટલી બ્યૂટિફૂલ

આ ફિલ્મ દ્વારા દરેક એસિડ અટૅક સર્વાઇવરને હિમ્મત મળશે, જે લોકો હિમ્મતહારી ગયા હોય તેમના પણ એક નવી હિમ્મતનો સંચાર થશે. આવો ક્રાઇમ કરનાર પર ‘છપાક’ એક તમાચા સમાન છે. આશા રાખું છું કે આ વર્ષે એસિડના વેચણા સાથે ‘પંગા’ લેવામાં આવે જેથી દેશને એસિડ અટૅક ફ્રી બનાવી શકાય.’

kangana ranaut bollywood news