Kalank:ફિલ્મનું બીજું ગીત 'ફર્સ્ટ ક્લાસ' થયું રિલીઝ

22 March, 2019 07:15 PM IST  | 

Kalank:ફિલ્મનું બીજું ગીત 'ફર્સ્ટ ક્લાસ' થયું રિલીઝ

તસવીર સૌજન્યઃરુપેશકુમાર ગુપ્તા

ઘર મોરે પરદેસિયા બાદ ફિલ્મ કલંકનું વધુ એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. ફર્સ્ટ ક્લાસ નામનું આ સોંગ તમને નાચવા માટે મજબૂર કરી દેશે. આ ગીતમાં ઝફર ઉર્ફે વરુણ ધવનની એન્ટ્રી શાનદાર છે. અભિષેક વર્મને ડિરેક્ટ કરેલા આ ગીતને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. પ્રીતમનું કહેવું છે કે,'અમારે 50ના દાયકાના રેટ્રો ગીત જેવી ફિલીંગ જોઈતી હતી. અમારે મહોલ્લા સોંગ બનાવવું હતું અને જલસો કરાવવો હતો. આ ગીતમાં મસ્તી અને મજાકની સાથે સાથે લાગણીઓ પણ છે. આ બેલેન્સને લિરિક્સ અને ટ્યુનમાં જાળવવું મુશ્કેલ હતું. પરંતુ ફાઈનલી અમે કરી બતાવ્યું.'

 

હીરા મંડીના સેટ પર ફિલ્માવાયેલા ગીતના શબ્દો એકદમ લાઈટ મૂડમાં છે, જે વરુણ ધવનના કેરેક્ટરને પ્રેઝન્ટ કરે છે. આ વાત અંગે પ્રીતમ કહે છે કે,'આ ગીત કેરેક્ટરને દર્શકો સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવે છે. ગીતમાં વરુણનું કેરેક્ટર તે જે જુએ છે, અનુભવે છે તેની વાત કરે છે પણ તે માને છે કે સબ ફર્સ્ટ ક્લાસ હૈ. આ લાઈન પર અમને ગીતનું ટાઈટલ પણ મળ્યું.'

ગીતમાં વરુણ ધવન ડાન્સને એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે વરુણ ધવને પહેલીવાર ગીત સાંભળ્યું તે ઘટના યાદ કરતા પ્રીતમ કહે છે કે,'વરુણને ગીત ખૂબ જ ગમ્યું હતું, તેને પણ મજા પડી હતી. અમે જે પ્રકારનું કમ્પોઝિશન કર્યું હતું તે પણ તેને ગમ્યું હતું. આ ગીતમાં ભારતીય વાદ્યોનું મિશ્રણ છે. અમે ઢોલકનો પણ ઉપયોગ કર્યો છે. આટલા બધા ઈન્સ્ટ્રુમેન્ટસ્ સાથે રેકોર્ડ કરવા દરમિયાન મને લાગ્યું કે જાણે હું પણ પાર્ટિશનના સમયમાં છું. '

વરુણ ધવન અને આલિયા ભટ્ટે આ ગીત બાંદ્રાના એક મલ્ટિપ્લેક્સમાં લૉન્ચ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કલંક 1940ના દાયકાના સમયગાળાની ભાગલા પર આધારિત લવ સ્ટોરી છે. જેમાં સંજય દત્ત, વરુણ ધવન, આલિયા ભટ્, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને માધુરી દિક્ષીત છે.

આ પણ વાંચોઃ kalank song: ઘર મોરે પરદેસિયામાં જુઓ માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટનો ડાન્સ

ફોક્સ સ્ટાર સ્ટુડિયો પ્રેઝન્ટ્સ કલંકને ધર્મા પ્રોડક્શન અને નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેઈનમેન્ટની આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે. જે 17 એપ્રિલે રિલીઝ થશે.

varun dhawan karan johar alia bhatt aditya roy kapur sanjay dutt madhuri dixit kiara advani